દોઢેક કલાકથી UPI સેવા પ્રભાવિત; ગૂગલ પે, ફોન પે સહિતની એપ્પમાં લેવડ દેવડમાં સમસ્યા હવે થઈ રહી છે રિકવર…

નવી દિલ્હી: દેશભરમાં ઘણા લોકોને UPI પેમેન્ટમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સને ફોનપે, ગુગલ પે અને અન્ય ટ્રાન્ઝેક્શન એપ્લિકેશનોમાંથી પૈસા મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. જો કે હવે આ સમસ્યા રિકવર રહી છે.
2,750 થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનો દાવો
અહેવાલો અનુસાર આજે UPI લેવડદેવડ માટે સાંજે 7:50 વાગ્યા સુધીમાં 2,750 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. ગુગલ પે પર 296, પેટીએમ પર 119 અને એસબીઆઈ પ્લેટફોર્મ પર 376 ફરિયાદો મળી હતી. આ સમસ્યા ઘણા કલાકોથી ચાલી રહી છે, જો કે તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ UPIમાં સમસ્યાના કારણે, દેશનું આર્થિક ક્ષેત્ર ઠપ્પ થઈ ગયું છે.
યુઝર્સે ટ્વીટર પર કરી ફરિયાદ
ઘણા યુઝર્સે ટ્વીટર પર લખ્યું કે તેઓ UPIનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકતા નથી, જેના કારણે વ્યવહારો પર અસર પડી રહી છે. ઓનલાઈન શોપિંગ અને એપ્સ પર ચુકવણી ફેલ જવાની ફરિયાદો પણ મળી હતી. કેટલાક યુઝર્સે ફરિયાદ કરી હતી કે ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવી એપ્સ યોગ્ય રીતે કામ કરી રહી નથી.
આ પણ વાંચો : કુણાલના કારનામાઃ હવે નાણા પ્રધાન પર નિશાન સાધીને વીડિયો પોસ્ટ કર્યો
સમસ્યા થઈ રહી છે રિકવર
UPIનું સંચાલન કરતી NPCIએ આ આઉટેજ અંગે એક નિવેદન જારી કર્યું હતું. X પર કહેવામાં આવ્યું છે કે તેઓ કામચલાઉ તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેના કારણે UPI માં આંશિક ઘટાડો થયો છે. જો કે હવે યુઝર્સસોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે UPI કામ કરવાનું શરૂ કરી દીધું છે.