UPI ઠપ્પ થઇ ગયું! આ એપ્સના યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા, એક અઠવાડિયામાં બીજું મોટું આઉટેજ

નવી દિલ્હી: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની UPI સિસ્ટમમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI) સમાન્ય લોકોના રોજીંદા જીવનનો ભાગ બની ગયું છે. જોકે આજે ઘણા UPI યુઝર્સને પેમેન્ટ કરવામાં તકલીફ પડી હતી. એક અહેવાલ મુજબ આજે UPI ડાઉન થઇ (UPI Down)ગયું હતું. ઘણા યુઝર્સે પેમેન્ટમાં સમસ્યાઓ પડી રહી હોવાની ફરિયાદ કરી છે. એક અઠવાડિયામાં આ બીજો મોટો આઉટેજ છે.
અહેવાલ મુજબ ગૂગલ પે, પેટીએમ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) જેવા કેટલાક મુખ્ય UPI પ્લેટફોર્મ પર પેમેન્ટ ફેઈલ થવાની સમસ્યા થઇ હતી. આજે આખા દિવસ દરમિયાન યુઝર્સને તકલીફ પડી હતી.
આ પણ વાંચો: દોઢેક કલાકથી UPI સેવા પ્રભાવિત; ગૂગલ પે, ફોન પે સહિતની એપ્પમાં લેવડ દેવડમાં સમસ્યા હવે થઈ રહી છે રિકવર…
ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, દિવસભર આઉટેજના રીપોર્ટસ વધ્યા, જે સાંજે ટોચ પર પહોંચ્યા. ડાઉન ડિટેક્ટર અનુસાર, રાત્રે 8 વાગ્યા સુધીમાં 449 ફરિયાદો નોંધાઈ હતી. લગભગ 53 ટકા યુઝર્સએ એપ્સ દ્વારા ફંડ ટ્રાન્સફર કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવાની ફરિયાદ કરી હતી. 64% ફરિયાદો ફંડ ટ્રાન્સફર સંબંધિત હતી, ત્યારબાદ 28% ફરિયાદો પેમેન્ટ સંબંધિત હતી અને 8% ફરિયાદો એપ્લિકેશન સંબંધિત હતી.
UPIમાં મુખ્ય ભાગીદાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેમાં 57% યુઝર્સે ફંડ ટ્રાન્સફર ફેઈલ થવાની જાણ કરી, 34% યુઝર્સને મોબાઇલ બેંકિંગ સમસ્યા થઇ, અને 9% યુઝર્સને એકાઉન્ટ બેલેન્સ ચેકમાં સમસ્યા થઇ હતી.