
નવી દિલ્હી : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના(AMU)લઘુમતી દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી દરજ્જાને પાત્ર છે. ધાર્મિક સમુદાયો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી શકે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એએમયુ હાલમાં લઘુમતી સંસ્થા છે. સીજેઆઈ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સાત ન્યાયાધીશોની બેન્ચે તેના કામકાજના અંતિમ દિવસે આ નિર્ણય આપ્યો છે.
લઘુમતી દરજ્જા અંગે અંતિમ નિર્ણય આપવામાં આવશે
જો કે, તે હજી પણ વિવાદિત છે કે તે લઘુમતી સંસ્થા છે કે નહીં. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ત્રણ જજોની બેન્ચ પર છોડી દીધો છે. સુપ્રીમ કોર્ટે એવું નથી કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થા નથી. હાલ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જૂની આરક્ષણ પ્રણાલી લાગુ રહેશે. હવે ત્રણ જજોની બેન્ચ આ કેસની નવેસરથી સુનાવણી કરશે. તમામ માપદંડોની ચકાસણી કર્યા બાદ લઘુમતી દરજ્જા અંગે અંતિમ નિર્ણય આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 1968ના અઝીઝ બાશાના નિર્ણયને રદ કર્યો
સુપ્રીમ કોર્ટે 1968ના અઝીઝ બાશાના ચુકાદાને 4:3ની બહુમતીથી ફગાવી દીધો છે. AMUના લઘુમતી દરજ્જાને લઈને વિવાદ 1965માં જ શરૂ થઈ ગયો હતો. તે સમયની કેન્દ્ર સરકારે AMU એક્ટમાં સુધારો કરીને સ્વાયત્તતા ખતમ કરી દીધી હતી. આ પછી અઝીઝ બાશાએ 1968માં સરકારને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે AMU લઘુમતી સંસ્થા નથી. જોકે તેમાં AMU પાર્ટી નહોતી.
આ પણ વાંચો…..‘પ્રમોદ મહાજનની હત્યા પાછળ મોટું ષડ્યંત્ર’, પૂનમ મહાજને આ મોટી માંગ કરી
1972 માં, ઇન્દિરા ગાંધી સરકારે સ્વીકાર્યું કે AMU લઘુમતી સંસ્થા નથી. આ પછી વિરોધ શરૂ થયો. 1981માં ઈન્દિરા ગાંધી સરકારે પોતે MMU એક્ટમાં સુધારો કર્યો અને કહ્યું કે આ સંસ્થા મુસ્લિમોએ સ્થાપી છે. એવી રીતે યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા ગણવામાં આવતી હતી.
AMUની JN મેડિકલ કોલેજમાં MD,MSની 50 ટકા સીટો મુસ્લિમો માટે અનામત
2006માં AMUની JN મેડિકલ કોલેજમાં MD,MSની 50 ટકા સીટો મુસ્લિમો માટે અનામત રાખવામાં આવ્યા બાદ
મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી
સંસ્થા નથી. તેની બાદ AMU સુપ્રીમ કોર્ટ પહોંચી.