યુપીમાં યોગી સરકારે મકરસંક્રાંતિની રજા 15 જાન્યુઆરીએ જાહેર કરી, જાણો મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્વ

લખનઉ : ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે 15 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરી છે. આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીને બદલે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહ્યો છે. જેના લીધે યોગી સરકારે મકરસંક્રાંતિની રજા 15 જાન્યુઆરીએ જાહેર કરી છે. આ દિવસે તમામ સરકારી કચેરીઓ અને બેંકો બંધ રહેશે.
મકરસંક્રાંતિનો શુભ સમય 15 જાન્યુઆરીએ રહેશે
મકરસંક્રાંતિ અંગે જ્યોતિષીઓના મતે આ વખતે મકરસંક્રાંતિનો શુભ સમય 15 જાન્યુઆરીએ રહેશે. સૂર્ય રાત્રે મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી, સંક્રાંતિ બીજા દિવસે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે જાપ, તપ, દાન, સ્નાન અને પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે.
દિવસો લાંબા થવા લાગે છે અને રાત ટૂંકી થાય
મકરસંક્રાંતિ એ એક મુખ્ય હિન્દુ તહેવાર છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં તે ખૂબ જ ધાર્મિક વિધિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ ત્યારે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સમયે સૂર્ય તેની ઉત્તર તરફની યાત્રા શરૂ કરે છે. જેની બાદ દિવસો લાંબા થવા લાગે છે અને રાત ટૂંકી થાય છે.
મકરસંક્રાંતિ ખેડૂતો માટે આનંદનો પ્રસંગ
મકરસંક્રાંતિ ફક્ત એક તહેવાર નથી પણ દેશના ખેડૂતો માટે આનંદનો પ્રસંગ પણ છે. તે ભારતમાં એક મુખ્ય પાકનો તહેવાર છે. આ સમય દરમિયાન રવિ પાક ઘઉં, ચણા, સરસવ, વગેરેની લણણી પૂર્ણ થાય છે. આ પ્રસંગે, ખેડૂતો નવી લણણી માટે ભગવાનના આશીર્વાદ માંગે છે.
મકરસંક્રાંતિનું રાષ્ટ્રીય તહેવારોમાં ખૂબ મહત્વ
આ પ્રસંગે, લોકો ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. લોકો આ દિવસે દાન કરે છે અને સૂર્ય દેવની પૂજા કરે છે. આ દિવસે તલ અને ગોળનું દાનનું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી દાતાને સો ગણું ફળ મળે છે. મકરસંક્રાંતિ પર દેશના અનેક રાજયોમાં પતંગ ઉડાડવામાં આવે છે. મકરસંક્રાંતિનું રાષ્ટ્રીય તહેવારોમાં ખૂબ મહત્વ છે.
આપણ વાંચો: PM મોદીનું નવું સરનામું ‘સેવા તીર્થ’: સાઉથ બ્લોક છોડી નવી ઓફીસમાં શિફ્ટ થશે, જુઓ શું છે ખાસિયત



