યુપીમાં પેશાબકાંડઃ વિદ્યાર્થીના અપહરણ બાદ ગુજાર્યો અત્યાચાર, જાણો હકીકત | મુંબઈ સમાચાર

યુપીમાં પેશાબકાંડઃ વિદ્યાર્થીના અપહરણ બાદ ગુજાર્યો અત્યાચાર, જાણો હકીકત

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક અમાનવીય ક્રૂર વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. અગાઉ ગાજેલા પેશાબકાંડ માફક તાજેતરમાં એક બારમા ધોરણના વિદ્યાર્થીનું અપહરણ બાદ તેના પર અત્યાચાર ગુજારવાનો વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વિડિયોમાં સાત યુવાનો બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને માર મારી તેના મોંઢા પર પેશાબ કર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા સાત વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધી તેમાથી એક આરોપીની અટક કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

બારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી એક દિવસ અચાનક ગાયબ થતાં તેને પરિવારે તેની શોધ શરૂ કરી હતી. આખી રાત તેની શોધ કરવા છતાં તે ન મળ્યો હતો ત્યાર બાદ સવારે તે પોતાના ઘરે ખરાબ હાલતમાં પહોંચી તેણે આખી ઘટના તેના પરિવારને જણાવી હતી.

વિદ્યાર્થીના પરિવારે પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં કરવાનો આરોપ લગાડ્યો હતો, પણ જ્યારે વિદ્યાર્થીનો પરિવાર ફરીથી પોલીસ સ્ટેશન ગયા બાદ 16મી નવેમ્બરે પોલીસે મામૂલી સેક્શન હેઠળ એફઆઇઆર નોંધી હતી, એવો આરોપ વિદ્યાર્થીના પરિવારે લગાવ્યો હતો.

પીડિત વિદ્યાર્થીના પરિવારે કહ્યું હતું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આમ છતાં એફઆઇઆરમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો નહોતો. આવી હરકત તેમના પુત્ર સાથે કોને કરી છે તેની કોઈ માહિતી અમને નથી. મારો પુત્ર હજી સુધી આ ઘટનાની આઘાતમાં છે જે કોની સાથે પણ વાત કરવા કે મળવા તૈયાર નથી.

મેરઠ પોલીસે જણાવ્યુ હતું કે અવી શર્મા, આશિષ મલિક, રાજન અને મોહિત ઠાકુર સાથે અન્ય ત્રણ આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે અને આ કેસના મુખ્ય આરોપીની પણ અટક કરવામાં આવી છે.

Back to top button