ઉત્તર પ્રદેશમાં SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, કુલ 12.55 કરોડ મતદારો,2.89 કરોડ નામ દૂર કરાયા

લખનઉ: ઉત્તર પ્રદેશમાં આજે SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કુલ 12.55 કરોડ મતદારો નોંધાયા છે. જયારે SIR હેઠળ 2.89 કરોડ નામ દૂર કરવામાં આવ્યા છે. જયારે મતદારી યાદી અંગેના વાંધા-સૂચનો 6 ફેબ્રુઆરી સુધી સ્વીકારવામાં આવશે. તેમજ અંતિમ મતદાર યાદી 6 માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
ચૂંટણી પંચે હેલ્પલાઇન નંબર 1950 જાહેર કર્યો
મતદારી યાદી અંગેના વાંધા-સૂચનો માટે ચૂંટણી પંચે હેલ્પલાઇન નંબર 1950 જાહેર કર્યો છે. જેમાં મતદારો પૂછપરછ કરી શકશે. તેમજ શહેરી વિસ્તારોમાં ચૂંટણી પંચે ખાસ કેમ્પ દ્વારા વાંધા સૂચનો મેળવવાનું આયોજન કર્યું છે.
આપણ વાચો: ગુજરાતમાં SIRની 100 ટકા કામગીરી પૂર્ણ, આ તારીખે પ્રસિધ્ધ થશે ડ્રાફ્ટ મતદારયાદી…
રાજ્યના 91 ટકા મતદારો વર્ષ 2003 ની મતદાર યાદી સાથે મેચ થયા
આ ઉપરાંત જે 2.89 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જેમાંથી 1.26 કરોડ કાયમી ટ્રાન્સફર થયેલા છે. 46 લાખ મૃત છે. 23.70 લાખ ડુપ્લિકેટ છે, 83.73 લાખ લોકો સરનામા પર મળ્યા ન હોતા.
અને 9.57 લાખ અન્ય શ્રેણીના મતદારો છે. રાજ્યના 91 ટકા મતદારો વર્ષ 2003 ની મતદાર યાદી સાથે મેચ થયા છે. આનો અર્થ એ થયો કે કાયમી મતદાર યાદીમાં તેમના નામનો સમાવેશ કરવા માટે કોઈ દસ્તાવેજોની જરૂર ન હતી.
આપણ વાચો: ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બાદ બે દિવસના ખાસ કેમ્પમાં મતદારોએ 2.96 લાખથી વધુ ફોર્મ ભર્યા
ચૂંટણી પંચે 27 ઓક્ટોબરે SIR માટે જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 27 ઓક્ટોબરે SIR જાહેર કર્યું હતું. ત્યારબાદ 30 નવેમ્બર અને 11 ડિસેમ્બરે સુધારેલ સમયપત્રક જાહેર કર્યું હતું. ચૂંટણી પંચે ત્રીજી વખત પણ SIR માટે સમય મર્યાદા વધારી હતી. ચૂંટણી પંચે 1 જાન્યુઆરી 2026 ની પાત્રતા તારીખના આધારે SIRની યાદી તૈયાર કરી છે.



