યુપીમાં રાયબરેલીના ધારાસભ્ય અદિતી સિંહે ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો
Top Newsનેશનલ

યુપીમાં રાયબરેલીના ધારાસભ્ય અદિતી સિંહે ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો

રાયબરેલી : ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને રાયબરેલીના ધારાસભ્ય અદિતી સિંહે ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. અદિતી સિંહે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર અને વહીવટીતંત્રને આડે હાથે લીધા છે.

જેમાં અદિતી સિંહ રોડ પરના દુકાનદારો પર નગરપાલિકાની કાર્યવાહી પર ભડકી ગયા હતા. તેમજ કહ્યું હતું કે આ મારું શહેર છે. અહિયાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે વસૂલી નહી ચાલે. જે પણ દુકાનદારને હેરાન કરશે અને પત્રકારને ધમકી આપશે તેને 10 જૂતા મારીશ.

દુકાનદારો પાસેથી 500 રૂપિયાની વસૂલી
આ ઉપરાંત દબાણ દુર કરવા આવેલા અધિકારીઓ પર તે રોડ પર જ ભડક્યા હતા. તેમજ આ અંગે પોલીસને પણ ફરિયાદ કરી હતી. જેમાં રાયબરેલીમાં ઘંટાઘર બજારમાં શનિવારે બપોરે દબાણ દુર કરવામાં આવી રહ્યું હતું.

આ સમયે આરોપ હતો કે અધિકારીઓ રોડ પર દુકાનદારો પાસેથી 500 રૂપિયાની વસૂલી કરવા લાગ્યા હતા. આ અંગે જાણ થતા જ અદિતિ સિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

કર્મચારી સામે પોલીસ ફરિયાદ દાખલ
તેમજ તેની બાદ તેમણે અધિકારીઓ બોલાવ્યા અને રોડ પર જ ઠપકો આપ્યો હતો. તેમજ દુકાનદારોને દુર નહી કરવા માટે આદેશ આપ્યો હતો. આ અંગે અદિતિ સિંહે કહ્યું કે, મને ગુસ્સો જલ્દી આવતો નથી,

પણ આજે આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રોડ પરના દુકાનદારો પાસેથી ગેરકાયદે વસૂલી કરવામાં આવે છે. હું આ બધા પૈસા પાછા અપાવીશે. મેં કર્મચારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે તેમની ધરપકડ કરી છે. જેના લીધે ભવિષ્યના લોકો આવું કરતા ડરશે.

ઉત્તર પ્રદેશ 2022ની વિધાનસભા ચૂંટણી ભાજપમાં જોડાયા
ઉલ્લેખનીય છે કે, અદિતી સિંહ ઉત્તર પ્રદેશ 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા હતા. તેમણે તત્કાલીન પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપ્યું.

જયારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અદિતિએ રાયબરેલી વિધાનસભા બેઠક જાળવી રાખી સમાજવાદી પાર્ટીના હરીફને 7000 થી વધુ મતોથી હરાવ્યા હતા.

આ પણ વાંચો…યુપીમાં ભાજપ ધારાસભ્યના દીકરાને બદતમીઝી બદલ પોલીસે રોડ પર જ ઝાટક્યો, જુઓ વીડિયો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button