યૂપીમાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા પોલીસકર્મીને કરાશે નિવૃત્ત: ટ્રેક રેકોર્ડ ચેક કરાશે
નવી દિલ્હી: યૂપી સરકારે પોલીસકર્મીઓની નિવૃત્તીને લઇને એક મોટો નિર્ણય લીધો છે. 50 ની ઉંમર પાર કરનારા પોલીસકર્મીઓએ ફરજીયાત સેવાનિવૃત્તિ માટે થનાર સ્ક્રીનિંગને લઇને શુક્રાવારે આદેશ બહાર પાડ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસએ આવા પોલીસકર્મીઓનું સ્ક્રીનિંગ શરુ કરી તેમને ફરજીયાત નિવૃત્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ અંગે હાઇકમાન્ડ દ્વારા તમામ આઇજી રેંજ/એડીજી, ઝોન તમામ સાત પોલીસ કમીશનરની સાથે સાથે પોલીસના તમામ વિભાગોને આ આદેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 50ની ઉમંર પાર કરી ચૂકેલા પોલીસકર્મીઓનો ટ્રેક રેકોર્ડને જોઇને ફરજીયાત સેવાનિવૃત્તિ આપાવામં આવશે. 30 નવેમ્બર સુધી આવા પોલીસકર્મીઓની યાદી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
50 કે તેથી વધુ ઉંમર ધરાવતા પોલીસકર્મીઓનો ટ્રેક રેકોર્ડ ચેક કરી નક્કી કરેલી તારીખ સુધી અધિકારીઓ આ યાદી પોલીસ હેડક્વાર્ટરને મોકલશે. આ રિપોર્ટમાં જો કોઇ પણ પોલીસકર્મી ભ્રષ્ટ કે ઇનએફીશીયન્ટ લાગશે તો તેને ફરજીયાત સેવાનિવૃત્તી લેવી પડશે. પોલીસકર્મીની સ્ક્રીનિંગમાં તેમનો એસીઆર એટલે કે એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ જોવામાં આવશે. જેમાં તેમના કામનું મૂલ્યાંકન, કાર્યક્ષમતા, યોગ્યતા ચરિત્ર અને વ્યવહારની જાણકારી હશે. જેના આધારે નિવૃત્તિનો નિર્ણય લેવાશે.
યોગી સરકાર દ્વારા પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાને સૂધારવાના હેતુથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં પોલીસકર્મીઓને જબરદસ્તી સેવાનિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થો઼ડાં દિવસો પહેલાં મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું પણ હતું કે, જે અધિકારીઓ કે કર્માચારીઓમાં નિર્ણયાત્મક શક્તી નથી તેમને હટાવીને એક્ટીવલી નિર્ણય લઇને કામ કરનારા અધિકારઓને કામ સોંપવામાં આવશે.