હૈયું હચમચાવી નાખે તેવી ઘટના: માસૂમ બાળકની નરબલિ, યુપી પોલીસનો કોન્સ્ટેબલ જ નીકળ્યો હત્યારો!

લખનઉ: અંધશ્રધ્ધાના નામે હૈયું હચમચાવી નાખે તેવી ઘટના ઉત્તર પ્રદેશના દેવરિયામાં સામે આવી હતી. જેમાં એક વ્યક્તિએ તેના સાળાના દીકરાનું અપહરણ કર્યું અને પછી જાદુ ટોણા માટે તેની બલી ચઢાવી દેવામાં આવી હતી. જો કે માસૂમ ફૂલની બલી આપ્યા બાદ ન અટકતાં તે બાળકના મૃતદેહને સરયુમાં ફેંકી દિધો હતો. આ મામલે પોલીસે આરોપી સહીત ચાર લોકોની ઘરપકડ કરી છે.
ઘરેથી કહ્યા વિના બાળક ગાયબ થયો હતો
મળતી વિગતો અનુસાર, આ બનાવ ભલુઅની પોલીસ સ્ટેશનના પટખૌલી ગામનો છે. યોગેશ કુમાર ગોંડનો 9 વર્ષનો દીકરો આરુષ 16 એપ્રિલના રોજ ઘરેથી ગાયબ થયો હતો. ઘણી શોધખોળ બાદ તે મળી ન આવતા પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: જાદુટોણાની શંકા પરથી વૃદ્ધને સળગતા કોલસા પર ચાલવાની ફરજ પડાઈ
પોલીસે સગા ફૂવાની કરી હતી ધરપકડ
જો કે તપાસ દરમિયાન પોલીસને શંકા જટા બાળકના સગા ફૂવા ઇન્દ્રજીત ગોડની ધરપકડ કરી હતી અને પુછપરછ આદરી હતી. જો કે શરૂઆતમાં તો તે પોલીસને આમ તેમ ઘૂમાવી રહ્યો હતો પરંતુ પોલીસે કડકાઈ દાખવતા અંતે તે ભાંગી પડ્યો હતો. આ દરમિયાન તેણે બતાવ્યું હતું કે તેના પર ભૂત પ્રેતની છાયા આવતી હતી અને તેનાથી કંટાળીને તે તેના મામાને મળ્યો હતો. તેના મામાએ તંત્ર વિધિ કરીને બળી આપવાનું સૂચન કર્યું હતું.
કઈ રીતે આપ્યો હત્યાને અંજામ
આ બાદ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને બાદમાં ત્રણ દિવસ સુધી એક ભાડાના મકાનમાં ગોંધી રાખ્યો હતો. બાદમાં 19 એપ્રિલની રાતે આરોપી ઇન્દ્રજીત સહીત અન્ય ચાર જેટલા શખ્સોએ મળીને બાળકની બળી ચડાવી દીધી હતી. આ બાદ તેના મૃતદેહને દફનાવ્યો હતો અને ફરી તેને બહાર કાઢીને સરયુ નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પગ ધોઈને પાણી પીઓ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા જરૂર મળશે: સ્ટીંગ ઓપરેશનમાં અંધશ્રદ્ધાનો ભાંડો ફૂટ્યો
આરોપી યુપી પોલીસમાં કોન્સ્ટેબલ
સુરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના પૈકૌલી ગામનો રહેવાસી ઇન્દ્રજીત ગોંડ ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ છે. તેના લગ્ન ડિસેમ્બર 2024 માં થયા હતા. લગ્ન પછી તે અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઈ ગયો હતો. જેના કારણે તેણે પહેલા બકરાની બલિ આપી હતી, પરંતુ સુધારો ન થતાં તેના મામા જયપ્રકાશે માનવ બલિ આપવાની વાત કહી હતી. આ અંગે ઇન્દ્રજીતે તેના મોટા સાળા શંકર ગોંડ સાથે પણ ચર્ચા કર્યા બાદ આ યોજના હેઠળ, શંકર ગોંડ આરુષને તેના સાસરેથી ઉઠાવી લાવ્યો. ત્રણ દિવસ પછી તેની બલિ આપી દેવામાં આવી.