નેશનલ

યુપીમાં સીએમ યોગીનો મોટો નિર્ણય, પોલીસ ભરતીની વયમર્યાદા ત્રણ વર્ષની છુટ

લખનઉ : ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા લાખો યુવાનોને યોગી સરકારે રાહત આપી છે. સીએમ યોગીની સુચના બાદ વર્ષ 2025ની પોલીસ ભરતી માટે વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટની જાહેરાત કરી છે.

જેમાં પોલીસ કોન્સ્ટેબલ સિવિલ પોલીસ અને સમકક્ષ પોસ્ટ્સ માટે સીધી ભરતીની જાહેરાત આપવામાં આવી છે. આ અંગે એક સરકારી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આપણ વાચો: ગુજરાત પોલીસ ભરતી 2024; જિલ્લાવાર આંકડામાં બનાસકાંઠા મોખરે, આ રહી સંપૂર્ણ વિગતો…

વય મર્યાદાની એકવાર છુટ આપવામાં આવશે

યુપી સરકારની સીધી ભરતી 2025 હેઠળ કુલ 32,679 જગ્યાઓ ભરવાની છે. સરકારી આદેશ મુજબ કોન્સ્ટેબલ સિવિલ પોલીસ (પુરુષ/મહિલા), કોન્સ્ટેબલ પીએસી/આર્મ્ડ પોલીસ (પુરુષ), કોન્સ્ટેબલ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (પુરુષ), મહિલા બટાલિયન માટે મહિલા કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ માઉન્ટેડ પોલીસ (પુરુષ) અને જેલ વોર્ડર (પુરુષ અને મહિલા) ની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા તમામ શ્રેણીઓના ઉમેદવારોને આ વય મર્યાદાની એકવાર છુટ આપવામાં આવશે. આ છૂટછાટ ઉત્તર પ્રદેશ જાહેર સેવાઓ (ભરતી માટે વય મર્યાદામાં છૂટછાટ) નિયમો, 1992 ના નિયમ 3 હેઠળ લેવામાં આવ્યો છે.

આપણ વાચો: હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે શું કરી મહત્વની જાહેરાત ?

અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2026

યુપી સરકારની સીધી ભરતી 2025 હેઠળ કુલ 32,679 જગ્યાઓ (કોન્સ્ટેબલ, પીએસી, સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ, મહિલા બટાલિયન, જેલ વોર્ડર) માટે ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2026 છે. ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવી પડશે. જેની માટે જનરલ/EWS/OBC ઉમેદવારોએ રૂપિયા 500 અરજી ફી ચૂકવવાની રહેશે. જયારે SC/ST ઉમેદવારોએ રૂપિયા 400 અરજી ફી ચૂકવવાની રહેશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button