નેશનલ

પ્રેમને કોઈ સીમાડા નહીં! જર્મનીમાં બંધાયું બંધન, મેક્સિકોની લાડીએ યુપીના વરરાજા સાથે લીધા સાત ફેરા

લખનઉ: ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના રસુલાબાદના એક લગ્ન અત્યારે ચર્ચામાં છે કારણ કે અહી એક યુવકે વિદેશી વહુ લાવીને છે. ગામના રહેવાસી પુરુષાર્થ તિવારીના લગ્ન મેક્સિકોની એસ્મેરલ્ડા મોન્ટેઝ ડી ઓકા સાથે હિંદુ રીત-રિવાજ મુજબ સંપન્ન થયા હતા. બંનેની મુલાકાત જર્મનીમાં થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને બાદમાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

બાદમાં બંનેએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવાનો નિર્ણય લીધો હતો અને આજે મેક્સિકન દુલ્હન અને મૈનપુરીના વરરાજાએ સાત ફેરા લીધા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને નવદંપતીને ભેટ આપી અને આશીર્વાદ આપ્યા હતા. પુરુષાર્થ, જેણે કાનપુર એચબીટીઆઈમાંથી પેઇન્ટ એન્ડ કેમિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું હતું, તે બાદમાં મટિરિયલ સસ્ટેનેબિલિટીમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે જર્મની ગયો હતો.

ડિસેમ્બર 2024માં જર્મનીમાં એક સેમિનાર દરમિયાન તેની મુલાકાત મેક્સિકોની એસ્મેરલ્ડા મોન્ટેઝ ડી ઓકા સાથે થઈ, જે માસ કમ્યુનિકેશનમાં ડિગ્રી લેવા માટે ત્યાં ગઈ હતી. બંને વચ્ચેની મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં પરિણમી હતી અને એસ્મેરલ્ડાએ પોતાના લગ્ન માટે તેની માતા અને ભાઈને આ લગ્ન અંગે મનાવી લીધા હતા, પરંતુ પુરુષાર્થને પોતાના પરિવારને રાજી કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગી ગયો હતો. આખરે, બંને પરિવારોની સંમતિ બાદ, 2 ડિસેમ્બરના રોજ એસ્મેરલ્ડા મોન્ટેઝ તેની માતા અને ભાઈ સાથે લગ્નની વિધિઓ માટે બેવર પહોંચી હતી.

મેક્સિકોથી આવેલા આ નવદંપતીના લગ્ન બેવર સ્થિત ફર્રુખાબાદ રોડ પર એક પેલેસમાં હિંદુ રીત-રિવાજ મુજબ સંપન્ન થયા હતા. આ લગ્ન સમારોહમાં વર-કન્યાના જર્મનીથી આવેલા કેટલાક મિત્રો પણ હાજર રહ્યા હતા. પ્રેમ અને આંતરરાષ્ટ્રીય બંધનનું આ ઉદાહરણ મૈનપુરી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button