યુપીની ચોંકાવનારી ઘટના : ઘાટના મહિલા ચેન્જિંગ રૂમમાં સીસીટીવી લગાડી કપડાં બદલતી મહિલાઓને જોતા મહંત સામે ફરીયાદ
લખનૌ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરમાં એક હેરાન કરી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહિયાં પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગંગનગર જિલ્લાના શનિ મંદિર ઘાટના (gangnahar shani mandir) પરિસરમાં મહિલાઓ માટે બનાવવામાં આવેલ ચેન્જિંગ રૂમમાં કેમેરા લગાવવાંમાં આવ્યા છે અને તે મહંતના મોબાઈલ સાથે કનેકટ છે. આ બાદ મહંત ફરાર છે. મહિલાની ફરિયાદ પરથી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરની છે. ફરિયાદી મહિલા ગાઝિયાબાદની છે. તેમના કહેવા પ્રમાણે તે 21 મેના રોજ તેની દીકરીની સાથે અહિયાં આવી હતી. સ્નાન કર્યા બાદ તેમણે અહી ચેન્જિંગ રૂમમાં કપડાં બદલાવ્યા હતા.
તેમની ફરિયાદ મુજબ, છોટા હરિદ્વાર ગંગનહર ઘાટનાં સંચાલક મહંત મુકેશે મહિલાઓના ચેન્જિંગ રૂમમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા અને તેને પોતાના મોબાઈલ સાથે કનેકટ કરીને મહિલાઓને જોતો હતો. મહિલાએ ફરિયાદમાં માંગ કરી છે કે સીસીટીવીની તપાસ કરવામાં આવે. પોલીસ પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધી છે. આ દરમિયાન મહંત નાસી છૂટયો છે. પોલીસે પણ આરોપી મહંતની ધરપકડ કરવા કમર કસી છે.
આમ પણ આ ઘાટ ઘણા વિવાદોનું કેન્દ્ર રહ્યો છે. અગાઉ ઘાટની આસપાસ માત્ર મંદિર સમિતિના કર્મચારી જ દુકાન બનાવી શકે છે. અહિય મુકેશ ગૌસ્વામીનો દબદબો રહ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ સિંચાઇ વિભાગે પાટા પાસેનું મકાન અને ઘાટ પર રહેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પડ્યા હતા. તો પોલીસે પણ 354, 354(ગ), 504 એ 506 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.