નેશનલ

UP: ‘હવે રણશિંગુ વાગી ચૂક્યું છે, સન્માન અને હિસ્સાની લડાઈ ચાલુ રહેશે’: સમાજવાદી પાર્ટી માંથી રાજીનામું આપતા સ્વામી પ્રસાદ મૌર્ય

લખનૌ: Swami Prasad Maurya resign લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ઉત્તરપ્રદેશનું રાજકારણ હાલ ગરમાયું છે. UPમાં INDIA ગઠબંધન સાથેની સીટ શેરિંગની વાત હોય કે પછી અખિલેશ યાદવની ન્યાય યાત્રામાં હાજરીની વાત હોય, આજકાલ અહેવાલોમાં ચર્ચામાં રહેલા અખિલેશ યાદવને સ્વામી પ્રસાદ મૌર્યએ ઝટકો આપ્યો છે. સમાજવાદી પાર્ટી માંથી તેને રાજીનામું આપી દીધું છે.

રાજીનામા બાદ સ્વામી પ્રસાદ મૌર્યએ જે કહ્યું તેનાથી નવી શક્યતાઓ ઉભી થઈ છે. રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું હતું કે, “અખિલેશ યાદવની કહેણી અને કરણીમાં ઘણો તફાવત છે. અમારી વચ્ચે મતભેદ છે, વ્યક્તિગત ભેદભાવ નથી.” એટલે કે સ્વામી પ્રસાદ મૌર્યએ ભવિષ્ય માટે પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. સપામાંથી રાજીનામું આપતી વખતે સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા બોલવામાં આવેલા શબ્દો કંઈક આવા જ સંકેત આપી રહ્યા છે.

અખિલેશ યાદવ પ્રત્યે પોતાની નારાજગી અને આદર વ્યક્ત કરતા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ પણ સત્તાવાર રીતે પાર્ટીથી અલગ થઈ ગયા છે. તેમણે પોતાનું રાજીનામું સપા પ્રમુખ અખિલેશ યાદવને મોકલી આપ્યું છે. આ સાથે તેણે MLC સભ્યપદ પણ છોડી દીધું છે. પાર્ટીમાંથી રાજીનામું આપતી વખતે સ્વામી પ્રસાદ મૌર્યએ એમ પણ કહ્યું હતું કે, “આજે અલગ થવાનું કારણ વૈચારિક મતભેદ છે. હું ક્યારેય વિચારધારાથી ભટક્યો નથી. નેતાજી એક સમાજવાદી નેતા હતા.”

નિવેદન જાહેર કરતી વખતે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો નવો પક્ષ કેવી રીતે આગળ વધશે. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, “આપણે કાંશીરામના બતાવેલા માર્ગ પર ચાલવાનું છે. અમે 22 ફેબ્રુઆરી 2024ના રોજ પાર્ટી બનાવવાનું નક્કી કર્યું છે. હવે રણશિંગુ વાગી ગયું છે. સન્માન અને ભાગીદારીની લડાઈ ચાલુ રહેશે.”

મૌર્યએ સપા પ્રમુખ અખિલેશ યાદવને લખેલા પત્રમાં કહ્યું કે, મને તમારા નેતૃત્વમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કામ કરવાની તક મળી. પરંતુ 12મી ફેબ્રુઆરીએ થયેલી મંત્રણા અને 13મી ફેબ્રુઆરીએ મોકલવામાં આવેલા પત્ર અંગે કોઈપણ પ્રકારની વાતચીત માટે પહેલ ન કરવાના પરિણામે હું સમાજવાદી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.

વિધાન પરિષદના અધ્યક્ષને લખેલા પત્રમાં, મૌર્યએ કહ્યું, “હું સપાના ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશ મતવિસ્તારમાંથી વિધાનસભા, વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયો હતો. મેં સપાના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાથી, નૈતિક ધોરણે હું વિધાન પરિષદ, ઉત્તર પ્રદેશના સભ્યપદેથી પણ રાજીનામું આપી રહ્યો છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button