વાહઃ યુપીની આ હૉસ્પિટલે આ રીતે બચાવ્યા છે 2600 બાળકના જીવ, માની મમતાનું આ છે મોલ

બહરાઈચઃ સરકારી સંસ્થાઓ જો કામ કરવા ઈચ્છે તો કેટલા સારા પરિણામો આવી શકે તેનું એક ઉદાહરણ છે આ સાથે માની મમતાનું મોલ શું છે તે સમજવા માટે પણ ઉત્તર પ્રદેશનો આ કિસ્સો જાણવા જેવો છે.
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં આવેલી સુહેલદેવ સ્વસાશી રાજકીય મેડીકલ કોલેજે દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 2600થી વધુ પ્રીમેચ્યોર બાળકોના જીવ બચાવામાં આવ્યા છે. આ બાળકો નવ મહિના પહેલાં જન્મ્યાં હતાં અને જન્મ સમયે તેમનું વજન 1800 ગ્રામથી પણ ઓછું હતું. આ બાળકોને સ્વસ્થ રાખવા માટે હૉસ્પિટલે કાંગારૂ થેરેપીનો ઉપયોગ કર્યો છે. કાંગારૂ જેમ પોતાના સંતાનને છાતીસરસા ચાંપી રાખે છે, તેમ અહીં પણ માતાને આ રીતે બાળકને સતત છાતીએ લગાડવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય પ્રયોગો પણ કરવામાં આવે છે.
એક અહેવાલમાં અહીંના સૂત્રોએ જણાવ્યુ હતુ કે માની મમતામાં કોઈ પણ મશીન કરતા વધુ શક્તિ હોય છે. માનો સ્પર્શ પ્રીમેચ્યોર બાળકો માટે ઈલાજ સમાન છે. અમે સારવારમાં આજ મમતા નો ઉપયોગ કર્યો છે. ઓગસ્ટ 2021માં અમે એક અમેરીકન સંસ્થા સાથે મળીને જન્મ સમયે અન્ડર વેટ બાળકોને કંગારૂ થેરાપી થકી બચાવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ વર્ષમા અમે 90 ટકા બાળકોને બચાવ્યાં છે.
આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરતા ડોક્ટરે જણાવ્યુ છે કે દર મહિને સરેરાશ 65 પ્રીમેચ્યોર બાળકોની સંભાળ અમે કરી રહ્યા છીએ. આ પ્રોજેક્ટના મુખ્ય ચાર ભાગ છે. જેમા પહેલો હોસ્પિટલમા માતાની સંભાળ, કાગારૂ કેર, ફોન કોલથી સલાહ અને ઘરે જઈને બાળકનું સ્ક્રીનિંગ. નેપાળ બોર્ડર પાસેના એક ગામમા એક મહિલાએ 28 સપ્તાહમા જન્મેલા પોતાના પ્રીમેચ્યોર બાળકને હમેશા પોતાની છાતીએ વળગાડીને રાખે છે. આ માટે એક કવચ આપવામાં આવે છે જે માદા કંગારૂ પોતાના બચ્ચાને રાખે છે તે પ્રકારની એક થેલી હોય છે હોસ્પિટલથી તેમનું ઘર અંદાજે 100 કિમી દુર છે. નર્સ માતાને બાળકનું તાપમાન, પલ્સ અને જરૂરી સંકેતોનો રેકોર્ડ રાખવાનું પણ શીખવે છે. એ માતાને બ્રેસ્ટ ફીંડિગથી માંડીને તમામ સંકેતોને સમજતાં શીખવાડે છે જે બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરરી છે.
આ પણ વાંચો : નાના બાળકોના હાથમાં મોબાઈલ આપતા પહેલા આ કાળજુ કંપાવનારી ઘટના વિશે જાણી લો
આમ અહીં 2600 બાળકને સ્વસ્થ બનાવાયા છે. કુપોષણ સહિત બાળજન્મ સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો છે, જેના આવા તબીબી ઈલાજ પણ છે, જરૂર છે માત્ર ઈચ્છાશક્તિની.