ઉત્તર પ્રદેશ સરકારે ‘આ’ કામ કરીને બનાવ્યો રેકોર્ડ…
લખનઊઃ ઉત્તર પ્રદેશ સરકારે ૨૦ જુલાઇના રોજ એક જ દિવસમાં ૩૬.૫૧ કરોડ રોપાઓ વાવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આજે અહીં જારી એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.
રાજ્ય સરકારે ૨૦ જુલાઇથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ૩૬.૮૦ કરોડથી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી તારીખ મુજબ ગ્રામીણ વિકાસ વિભાગે ૧૩.૫૩ કરોડ રોપાઓનું વાવેતર કરીને આ અભિયાનની આગેવાની કરી હતી.
વન વિભાગે ૧૨.૯૨ કરોડ રોપાઓનું વાવેતર કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોનભદ્ર જિલ્લો ૧.૫૫ કરોડથી વધુ રોપાઓ વાવીને પ્રથમ સ્થાને છે. ઉત્તર પ્રદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં અગ્રેસર બનીને ઉભરી આવ્યું છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૨૦ જુલાઇએ લખનઊમાં વૃક્ષારોપણ કરીને ‘વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો જન અભિયાન-૨૦૨૪’ની શરૂઆત કરી હતી. તે જ દિવસે તેમણે ગોરખપુર અને પ્રયાગરાજમાં પણ વૃક્ષારોપણ કરીને અભિયાનને આગળ ધપાવ્યું હતું.
પ્રારંભિક લક્ષ્યાંક ૨૦ જુલાઇ સુધીમાં ૩૬.૫૦ કરોડ રોપાઓ વાવવાનો હતો, પરંતુ રાજ્યએ આ લક્ષ્યને પાર કરતાં ૩૬,૫૧,૪૫,૪૭૭ રોપાઓનું વાવેતર કર્યું હતું. જે નિર્ધારિત લક્ષ્ય કરતાં ૧,૪૫,૪૭૭ વધુ છે.