CM Yogi નો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાનાઓ પર પ્રતિબંધ

લખનઊ: ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ(CM Yogi)એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમા રાજ્યના તમામ ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદે કતલખાનાઓ અને માંસ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય મુજબ ધાર્મિક સ્થળોના 500 મીટરની અંદર માંસના વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય તાત્કાલિક અમલમાં મુકવામાં આવ્યો છે. ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
માંસના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો
શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કતલખાનાઓ બંધ કરાવવા અને ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.
જેમા મળતી માહિતી અનુસાર, પોલીસ, આરોગ્ય, પરિવહન અને ખાદ્ય સુરક્ષા અધિકારીઓ ગેરકાયદે કતલખાનાઓ અને માંસના વેચાણ પર નજર રાખશે. સરકારે આ માટે એક ખાસ જિલ્લા સ્તરની સમિતિની રચના કરી છે. રામ નવમી પર ખાસ કડક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે. 6 એપ્રિલના રોજ પશુ કતલ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. યુપી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.
જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી
વર્ષ 2014 અને વર્ષ 2017 માં જાહેર કરાયેલા આદેશોને ટાંકીને યોગી સરકારે સ્પષ્ટતા કરી છે કે ધાર્મિક સ્થળોની નજીક ગેરકાયદે કતલખાના અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણયને અસરકારક બનાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી છે. આમાં પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશુપાલન વિભાગ, પરિવહન વિભાગ, શ્રમ વિભાગ, આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વહીવટના અધિકારીઓનો સમાવેશ થશે.
આ પણ વાંચો: રાણા સાંગા પરના વિવાદમાં અખિલેશે ઝાટકી યોગી સરકારનેઃ વીડિયો શેર કરી કહ્યું કે…
રામ નવમી પર ખાસ દેખરેખ રખાશે
6 એપ્રિલ 2025ના રોજ રામ નવમીના દિવસે ખાસ પ્રતિબંધો લાદવામાં આવશે, જેમાં પશુઓની કતલ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. યુપી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1959 અને ફૂડ સેફ્ટી એક્ટ 2006 અને 2011 ની જોગવાઈઓ હેઠળ, યોગી સરકારે અધિકારીઓને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.