વીર બાલ’ દિવસે યોગીજીએ આપ્યું સૂચક નિવેદન, કહ્યું- ‘તો આપણે કાબૂલ અને બાંગ્લાદેશ બનવાનું ટાળીશું’
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વીર બાલ દિવસના અવસર પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે શીખ ગુરુઓના ત્યાગ અને બલિદાનને યાદ કરીને વર્તમાનમા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.
સીએમ યોગીએ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે આપણી સામે હવે તે દ્રશ્ય દેખાય છે, જેની માત્ર કલ્પના જ કરવી રહી. કાબૂલમાં શીખોના માત્ર 10 પરિવાર જ બચ્યા છે. જ્યારે આપણે બાંગ્લાદેશની ઘટના અંગે સાંભળીએ છીએ. પાકિસ્તાનમાં થતા અત્યાચારો અંગે સાંભળીએ છીએ ત્યારે આપણને શીખ ધર્મ ગુરુઓના ત્યાગ અને બલિદાનનું સ્મરણ થઈ જાય છે.
आज कश्मीर भारत का शीश बना हुआ है।
— Yogi Adityanath (@myogiadityanath) December 26, 2024
क्योंकि 'गुरु श्री तेग बहादुर जी महाराज' ने अपना शीश देकर इसकी कीमत चुकाई… pic.twitter.com/FFuf5lQjaf
હું તમને બધાને અપીલ કરવા આવ્યો છું, મારી નમ્ર વિનંતી છે કે હિંદુ હોય કે શીખ, ગુરુ નાનક દેવજીથી લઈને ગુરુ ગોવિંદ સિંહજીએ આપણા બધા માટે જે આદર્શ સ્થાપિત કર્યા છે તે આપણને આગળ વધવાની પ્રેરણા છે. નવી ઊર્જા આપે છે. તેમના આશીર્વાદ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. જો આપણે આ સાથે આગળ વધીશું તો જ આપણે કાબૂલને બાંગ્લાદેશ બનવાથી બચી શકીશું.
મિત્રને યોગ્ય રીતે ઓળખવાની શક્તિ મળે
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તો પછી આપણે નનકાના સાહિબ માટે સંઘર્ષ કરવાની જરૂર નહીં પડે. આપણને બધાને તે આપોઆપ મળી જશે. તેથી, આજે આપણે બધા પ્રાર્થના કરીએ કે આપણે બધા આપણા મિત્રોને યોગ્ય રીતે ઓળખવાની શક્તિ પ્રાપ્ત કરીએ.
श्री गुरु नानक देव जी महाराज से लेकर गुरु श्री गोबिन्द सिंह जी महाराज तक, जो आदर्श सिख गुरुजन ने स्थापित किए, हम सभी के लिए प्रेरणा हैं। उस प्रेरणा से जब हम आगे बढ़ेंगे, तब 'काबुल' और 'बांग्लादेश' होने से बच पाएंगे।
— Yogi Adityanath (@myogiadityanath) December 26, 2024
देश और धर्म के लिए शहादत की एक नई कहानी लिखने वाले गुरु श्री… pic.twitter.com/LAmxCUd3N2
ગુરુ મહારાજ તે આપે. આ લોકોએ પોતાની શક્તિ, પ્રયત્નો અને મહેનત દ્વારા દેશ અને વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આજે તેમના પરિશ્રમ અને પુરુષાર્થ ખોરવી નાખવાનું કાવતરું થઈ રહ્યું છે.