યોગી આદિત્યનાથે કહ્યું, અયોધ્યામાં દીપોત્સવ 500 વર્ષના અંધકાર પર આસ્થાનો વિજય

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે લોકોને દીપોત્સવની શુભકામના પાઠવી છે. તેમજ કહ્યું છે કે આ એક દીપ 500 વર્ષના અંધકાર પર આસ્થાનો વિજય છે. આ ઉપરાંત સીએમ યોગીએ કાર્યક્રમમાં હાજર તમામ સંતો અને લોકોનું સ્વાગત કર્યું હતું.
વર્ષ 2017 માં અયોધ્યામાં પ્રથમ દીપોત્સવ ઉજવ્યો
સીએમ યોગીએ વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યાએ શહેર છે જ્યાં ધર્મ માનવ સ્વરૂપમાં અવતાર પામ્યો હતો. જ્યાં ભગવાન રામ સર્વવ્યાપી છે. જ્યારે આપણે વર્ષ 2017 માં અયોધ્યામાં પ્રથમ દીપોત્સવ ઉજવ્યો હતો. ત્યારે અમારો એકમાત્ર હેતુ દુનિયાને અવગત કરાવવાનો હતો કે જ્યારે આખી દુનિયા અંધકારનો સામનો કરી રહી હતી ત્યારે અયોધ્યાએ ભગવાન રામનું કેવી રીતે સ્વાગત કર્યું. છે.
આ પણ વાંચો: ભવ્યાતિભવ્ય દીપોત્સવ માટે અયોધ્યા સજ્જ: 56 ઘાટો પર એકસાથે ૨૬ લાખથી વધુ દીવા પ્રગટાવાશે, નવો વિશ્વ વિક્રમ
અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવવામાં આવ્યા
યોગી આદિત્યનાથે કહ્યું, વર્ષ 2017 માં દીવાઓની અછત પડી હતી. અમને અયોધ્યામાં ફક્ત 25,000 માટીના દીવા મળ્યા. ત્યારે આજે સમગ્ર ભારતની પ્રતિજ્ઞા તરીકે અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આ ફક્ત દીવા નથી, પરંતુ 500 વર્ષના અપમાન, અંધકાર અને સંઘર્ષ પછી શ્રદ્ધાની જીત છે.