નેશનલ

સાવધાન! 14 મહિનામાં 9 મહિલાઓની હત્યા કરનારો સિરિયલ કિલર છડેચોક ઘુમી રહ્યો છે

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ગત વર્ષથી એક સિરિયલ કિલર ઘુમી રહ્યો છે, જે મહિલાઓની ગળું દબાવીને હત્યા કરી નાખે છે. અત્યાર સુધી આવી રીતે 14 મહિનામાં 9 મહિલાઓની સેમ પેટર્નથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસ આજ સુધી આ હત્યારાને પકડી શકી નથી.

યુપીના બરેલીમાં 9 મહિલાઓની સીરિયલ મર્ડરનો ભેદ ઉકેલાઈ રહ્યો નથી. એક પછી એક 9 મહિલાઓની હત્યા થઇ ગઇ છે અને પોલીસને હાથ કંઇ સુરાગ આવ્યા નથી, જેને કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંની મહિલાઓ ફફડાટમાં જીવી રહી છે કે આજે કે ગમે ત્યારે મારું મર્ડર થઇ જશે. આ હત્યાઓને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ખળભળાટ મચી ગયો છે અને બધાના મનમાં એક જ સવાલ આવી રહ્યો છે કે આ લેડી કિલર કોણ છે, શું આ કિલર તેમની વચ્ચે જ વસેલો છે જે ક્યાંક છુપાયેલો છે? હત્યારાને પકડવામાં પોલીસ અત્યાર સુધી કેમ નિષ્ફળ રહી છે?

છેલ્લા 14 મહિનામાં બરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 9 મહિલાની હત્યા કરવામાં આવી છે. આ તમામ હત્યાની મોડસ ઓપેરેન્ડી એક સરખી જ છે. હત્યા કરાયેલી તમામ મહિલાઓની ઉંમર 45 થી 55 વર્ષની વચ્ચે જ છે. આ તમામ મહિલાઓની બપોરના સમયે ખેતરોમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ બધી મહિલાઓ ખેતરમાં કામ કરી રહી હતી અથવા તો ખેતરમાંથી કામ કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેમની હત્યા થઇ છે. મહિલાઓની સાડી કે દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને તેમના કપડાં પણ ફાડી કાઢવામાં આવ્યા છે. જોકે, તેમના પર જાતિય અત્યાચાર નથી થયો. આ હત્યાઓને કારણે લોકો ખૂબ જ ડરી ગયા છે. અહીંની મહિલાઓ ખેતરમાં જતા પણ ડરે છે.
હત્યાનો આ સિલસિલો ગયા વર્ષે જૂન મહિનામાં શરૂ થયો હતો. બરેલીના ગ્રામીણ વિસ્તાર શાહી શીશગઢ પાસે 45 વર્ષથી એક મહિલાની લાશ મળી આવી હતી. નવેમ્બર સુધીમાં આવી 8 હત્યાઓ થઈ હતી. ત્યાર પછી પોલીસે ત્રણ લોકોને પકડીને કસ્ટડીમાં નાખ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ આવી હત્યાઓ ચાલુ રહી હતી. પોલીસનું કહેવું છે કે જો આપણે ગયા વર્ષના નવેમ્બર સુધીનો ડેટા લઈએ તો સાત મહિનામાં આઠ હત્યાઓ થઈ હતી જે સીરીયલ કિલર તરફ ઈશારો કરે છે.

ત્યારબાદ લગભગ સાત મહિના સુધી શાંતિ રહી હતી અને ત્રણ જુલાઇના રોજ ફરી પાછો એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કારણે સીરીયલ કિલર ફરી સક્રિય થયો હોવાની શક્યતા વધી ગઈ છે. હથિયારો હજી સુધી પકડાયો નથી બરેલી અને આસપાસના વિસ્તારોને મહિલાઓમાં ભયનો માહોલ છે પોલીસ મહિલાઓને એકલા ખેતરમાં ન જવાની અપીલ કરી રહી છે અને તેઓને જૂથમાં જવાનું કહી રહી છે, જેથી આવી ઘટનાઓને ટાળી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button