
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે પૌરાણિક અવસાનેશ્વર મહાદેવ મંદિરમાં દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મંદિરના દર્શન સમયે વીજ તાર તૂટયો હતો. જેના લીધે ટીન શેડ પર કરંટ આવ્યો હતો. આ કરંટના લીધે લોકોના નાસભાગ મચી હતી જેમાં બે લોકોના મોત થયા છે. તેમજ 29 લોકો ઘાયલ થયા છે. આ અંગે મળતી જાણકારી મુજબ વાંદરાઓએ વીજ તાર ટીન શેડ પર પાડયો હતો.
રાત્રે 12 વાગે જળાભિષેક શરુ કરવામાં આવ્યો હતો
આ સમગ્ર દુર્ઘટનાની વિગત મુજબ બારાબંકી જીલ્લાના હૈદરગઢના પૌરાણિક અવસાનેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં શ્રાવણ માસના ત્રીજા સોમવાર મહાદેવને જળાભિષેક માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાત્રે 12 વાગે જળાભિષેક શરુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાત્રે બે વાગ્યેની આસપાસ
પરિસરના કરંટ ફેલાવા લાગ્યો હતો. જેના લીધે નાસભાગ મચી હતી. આ કરંટ વાંદરાઓ ટીન શેડ પર દોડાદોડ કરતા હતા ત્યારે વીજ તાર તુટવાથી ફેલાવા લાગ્યો હતો.
કરંટ ફેલાતા શ્રદ્ધાળુઓમાં નાસ ભાગ મચી
જોકે, કરંટ ફેલાતા શ્રદ્ધાળુઓમાં નાસ ભાગ મચી હતી. તેમજ લોકો બુમો પાડતા ભાગવા લાગ્યા હતા. જેમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા છે. જયારે 29 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં મહિલા અને બાળકો સામેલ છે. જોકે, મંદિર પરિસરમાં સુરક્ષા માટે પોલીસ દળ તૈનાત હતું. દુર્ઘટનાની જાણ થતા જ વધુ પોલીસ મોકલવામાં આવી હતી. જયારે તમામ
ઘાયલોને હૈદરગઢ અને ત્રિવેદીગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જયારે ગંભીર રીતે ઘાયલ લોકોને બારાબંકી રીફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા કલેકટર અને પોલીસ અધિક્ષક સ્થળ પર પહોંચ્યા હતા.
સીએમ યોગી આદિત્યનાથે જાણકારી મેળવી
જયારે આ દુર્ઘટના અંગે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જાણકારી મેળવી છે. તેમજ મૃતકના પરિવારજનો સાંત્વના પાઠવી છે. સીએમએ અધિકારીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં જોડાવવા આદેશ આપ્યો છે. તેમજ આ દુર્ઘટનામાં ઘાયલોને યોગ્ય સારવાર મળે તેવી વ્ય્વસ્થા કરવા નિર્દેશ કર્યો છે.