યુપી એટીએસની મોટી કાર્યવાહી, પાકિસ્તાનના સંપર્કમાં રહેતા બે યુવકની ધરપકડ કરી

લખનઉ : ઉત્તર પ્રદેશ એટીએસે એક મોટી કાર્યવાહીમાં પાકિસ્તાન સાથે સંપર્કમાં રહેલા બે યુવકની ધરપકડ કરી છે. આ અંગે યુપીએટીએસને માહિતી મળી હતી કે રીવાઈવિંગ ઇસ્લામ નામનું વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે.જેમાં ત્રણ એડમિન સહિત 400 પાકિસ્તાની સભ્યો છે. જેમાં એક નંબર ઉત્તર પ્રદેશનો પણ છે. જેની બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ નંબર અમરોહા જીલ્લાના દેહરા ગામના અજમલ અલી અસગર અલીનો છે. જે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મુસ્લિમ કટ્ટરપંથી અને દેશવિરોધી વિચારધારાનો પ્રચાર કરતો હતો.
ઇન્સ્ટાગ્રામ અને સિગ્નલ એપના માધ્યમથી દેશ વિરોધી વાતો થતી
આ અંગે એટીએસે આ શંકાસ્પદ યુવકને ઓફિસે બોલાવ્યો હતો. જેમાં પુછપરછમાં તેણે ગુનો સ્વીકાર કર્યો હતો. તેમજ જણાવ્યું કે તે રીવાઈવિંગ ઇસ્લામ સિવાય પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પાકિસ્તાનના લોકોમાં સંપર્કમાં હતો. આ ઉપરાંત તેણે મહારાષ્ટ્રના થાણેના બદલાપુર ગામમાં રહેતા ડો. ઉસામા માજ શેખનું નામ પણ આપ્યું હતું જે ઇન્સ્ટાગ્રામ આઈડીથી જોડાયેલો હતો. તેની સાથે તેની ઇન્સ્ટાગ્રામ અને સિગ્નલ એપના માધ્યમથી દેશ વિરોધી વાતો થતી હતી. તેમજ સરકારને પાડીને શરિયા કાયદો લાગુ કરવાની વાત પણ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત એટીએસે બેંગલુરુથી અલ-કાયદા સાથે સંકળાયેલી શમા પરવીનની ધરપકડ કરી…
ગજવા-એ- હિન્દ કરીને શરિયા કાયદો લાગુ કરવામાં માંગતા
આ કેસમાં પોલીસે મહારાષ્ટ્રના થાણેના બદલાપુર ગામથી ડો. ઉસામા માજ શેખની અને અમરોલાના અજમલ અલીની ધરપકડ કરી છે. તેમજ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપી અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતમાં ગજવા-એ- હિન્દ કરીને શરિયા કાયદો લાગુ કરવામાં માંગતા હતા. આ બંને યુવાનોએ
અન્ય યુવાનો પણ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.