સંભલ મસ્જિદ પર બુલડોઝર એક્શન પર રોક લગાવવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો ઇનકાર

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશની સંભલ મસ્જિદ પર બુલડોઝર એક્શન અંગે અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. જેમાં હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને આંચકો આપતા બુલડોઝર એક્શન રોકવાની અરજી રદ કરી દીધી છે. સંભલની મસ્જિદ સરકારી તળાવની જમીન પર બની છે. જેને બુલડોઝરથી તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ અંગે વહીવટીતંત્રએ જણાવ્યું કે આ મસ્જીદનું નામ ગૌસુલબરા છે અને તે સંભલ જીલ્લાના મુખ્યમથકથી 30 કિલોમીટર દુર અસમોલી ક્ષેત્રના રાયા બુજુર્ગ ગામમાં બનેલી છે. જોકે, બીજી ઓકટોબરે તંત્રને તેને તોડવા માટે પહોંચ્યું હતું.
મસ્જિદની બાજુમાં આવેલા એક લગ્ન હોલને તોડી પાડ્યો
જયારે વહીવટીતંત્રે મસ્જિદની બાજુમાં આવેલા એક લગ્ન હોલને તોડી પાડ્યો. જ્યારે મસ્જિદને બુલડોઝરથી તોડી પાડવાનો સમય આવ્યો ત્યારે સ્થાનિક રહેવાસીઓએ કલેકટરે પાસેથી બાંધકામ જાતે તોડી પાડવા માટે ચાર દિવસનો સમય માંગ્યો. જ્યારે કલેકટરે એ ચાર દિવસનો સમય આપ્યો.
આ પણ વાંચો: સંભલ મસ્જિદ કમિટીને ઝટકોઃ અલાહાબાદ હાઈ કોર્ટે રિવિઝન પિટિશન ફગાવી
મસ્જિદને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે
જયારે ગુરુવારે સ્થાનિક રહેવાસીઓએ મસ્જિદની બહારની દિવાલ તોડી પાડવાનું શરૂ કર્યું છે. જોકે, લોકો મસ્જિદ તોડી પાડવામાં કોઈ રસ નથી દાખવી રહ્યા છે. જેના પગલે ચાર દિવસ બાદ આદેશ મુજબ મસ્જિદને બુલડોઝરથી જમીન દોસ્ત કરી દેવામાં આવશે.