(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં હાલ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, ડાંગ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોને પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્ય હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શુક્રવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરી છે.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા કમોસમી ઝાપટા પડી શકે છે. ગુરુવારે બપોર બાદ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં પણ બપોર બાદ અચાનક વાદળ છાયું વાતાવરણ સર્જાયુ હતું અને પછી વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક તૂટી પડેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે ગીર-સોમનાથ જિલ્લાના સાસણગીર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. જ્યારે ગુજરાતના એકમાત્ર ગિરી મથક ડાંગ જિલ્લાના સાપુતારામાં પણ બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ઉ
