સુપ્રીમ કોર્ટનો અભૂતપૂર્વ નિર્ણય, હાઈકોર્ટના જજને ક્રિમિનલ કેસોમાંથી દૂર કર્યા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને અત્યાર સુધીનો સૌથી ખરાબ આદેશ ગણાવ્યો હતો. તેમજ આ ચુકાદો આપનારા જજને નિવૃત ના થાય ત્યાં સુધી ક્રિમીનલ કેસની સુનાવણી નહી કરવાનો આદેશ આપ્યો છે. જેમાં તેમને હાઈકોર્ટના સિનીયર જજ સાથે ખંડપીઠમાં બેસાડવા જણાવ્યું છે. આ જજે એક માલ વેચાણની રકમ વસુલવાના એક કેસમાં ક્રિમીનલ કાર્યવાહી માટે આદેશ આપ્યો હતો.
ન્યાયની મજાક ઉડાવી
આ અંગે ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું કે, અમે સન્માન અને વિનમ્રતા સાથે કહેવા માટે મજબુર છીએ કે
આ આદેશ અમારા કાર્યકાળમાં પ્રકાશમાં આવેલા સૌથી ખરાબ આદેશમાંથી એક છે. આ જજે ચુકાદો આપીને પોતાને દયનીય સ્થિતિમાં પહોંચાડ્યા છે. તેમજ ન્યાયની મજાક ઉડાવી છે. તેમજ અમે એ સમજવા માટે અસમર્થ છીએ કે હાઈકોર્ટ સ્તર પર ભારતીય ન્યાયતંત્રમાં શું ગડબડ છે.
જજે ફોજદારી ફરિયાદ રદ કરવાનો ઇનકાર કર્યો હતો
આ કેસની વિગત મુજબ, અલ્હાબાદ હાઈકોર્ટના જજે એક કંપની વિરુદ્ધ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. જેમાં કંપનીએ અરજી કરી હતી તેમની લેણદેણનો કેસ દીવાની પ્રકારનો છે. તેમજ આ કેસમાં ફોજદારી કેસનો કોઈ અર્થ નથી. જોકે, જજે ફરિયાદીની અરજી નકારી કાઢી હતી. તેમજ કહ્યું કે દીવાની કેસમાં વધુ સમય લાગે છે.
આપણ વાંચો: દિલ્હીમાં હારી ગયેલા કેજરીવાલ પંજાબમાંથી રાજ્યસભામાં જશે ? કેજરીવાલે આપ્યો શું જવાબ