નેશનલસ્પેશિયલ ફિચર્સ

લગ્ન માટે આ ગામના અનેક અનોખા આદેશઃ દાઢી કાઢો તો જ પત્ની મળશે, પ્રી-વેડિંગ શૂટિંગ પર પ્રતિબંધ

આપણા દેશમાં અનેક સમુદાયોમાં વિવિધ રીતરિવાજો પ્રચલિત છે. સમાજની જ્ઞાતિ પંચાયતમાં દરરોજ નવા આદેશો બહાર પાડવામાં આવે છે. રાજસ્થાનના ઉદયપુરના એક ગામમાં મેનારિયા સમાજના ભાઈઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી . નવ ગામના પ્રતિનિધિઓએ અહીં ભાગ લીધો હતો. આ બેઠકમાં સમાજના ૧૫૦૦ થી વધુ લોકો જોડાયા હતા. આ જ્ઞાતિ પંચાયતની બેઠકમાં સમાજમાં વર્તમાનમાં બદલાયેલી દશા અને દિશા અંગે મોટું મંથન થયું હતું. બેઠકમાં સમાજની આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક સ્થિતિ અને દિશા વિશે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના કેટલાક અગ્રણીઓએ તેમની સંસ્કૃતિને બચાવવા માટે વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી. એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે લગ્ન સમયે વરરાજાએ ઘોડા પર બેસતા પહેલા ક્લીન-શેવ કરવી પડશે. સંસ્કૃતિને બચાવવા પ્રી-વેડિંગ શૂટિંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : MiG-29 Crash: રાજસ્થાનમાં એરફોર્સનું પ્લેન ગામ પર પડતા રહી ગયું, પાયલોટે આ રીતે ટાળી મોટી દુર્ઘટના

સમાજના વડીલોએ ઘણા ઠરાવો કર્યા હતા. લગ્ન સમારંભ દરમિયાન દાઢી રાખવી એ એક ફેશન બની ગઈ છે. પરંતુ સમાજ ફેશન પર નહીં પરંતુ સંસ્કૃતિ પર ઉભો છે . તેથી વરરાજાએ લગ્ન સમયે ઘોડે ચઢતા પહેલા દાઢી કાઢી નાખવી જોઈએ. સમાજમાં દાઢી રાખવાનો રિવાજ નથી. હિંદુ સંસ્કૃતિમાં દાઢી રાખવાની પ્રથા નથી. તેથી જો વરરાજાએ ઘોડે ચઢવું હોય તો તેણે ક્લીન શેવ કરવી પડશે. ઉડાઉ ખર્ચ અટકાવવા અને સંસ્કૃતિની જાળવણી માટે વર-કન્યાના પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ મૂકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં તેરમાંનુ ભોજન પીરસવાની પ્રથા બંધ કરવાની પણ રજુઆત કરવામાં આવી હતી. સમાજના ઘણા લોકોએ તેને ટેકો આપ્યો હતો. તેમજ લગ્ન બાદ પરિણીત દંપતી વચ્ચે કોઈ તકરાર થાય તો સમાજ બેઠક યોજીને બંને પક્ષકારો સાથે વાત કરીને ઉકેલ લાવવા પ્રયત્ન કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ