અનોખું ગાર્બેજ કાફે, એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ આપીને પેટભર જમો | મુંબઈ સમાચાર
નેશનલ

અનોખું ગાર્બેજ કાફે, એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ આપીને પેટભર જમો

નવી દિલ્હી : દેશભરના પ્લાસ્ટિક ઉપયોગ સતત વધી રહ્યો છે. તેમજ આ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવું પણ પડકારજનક બન્યું છે. ત્યારે છત્તીસગઢની અંબિકાપુર કોર્પોરેશને પ્લાસ્ટિક વેસ્ટને એકત્ર કરવા અને તેના નિકાલ માટે અનોખો વિચાર અમલમાં મુક્યો છે. જેમાં અંબિકાપુર કોર્પોરેશને ગાર્બેજ કાફે શરુ કર્યું છે. જેમાં જે વ્યકિત એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ લઈને આવે છે તેને મફતમાં ભોજન આપવામાં આવે છે. તેમજ ઓછો પ્લાસ્ટિક વેસ્ટ લઈને આવનારને નાસ્તો આપવામાં આવે છે.

ગાર્બેજ કાફેની શરુઆત વર્ષ 2019માં કરી હતી

અંબિકાપુર કોર્પોરેશને ગાર્બેજ કાફેની શરુઆત વર્ષ 2019માં કરી હતી. આ કાફેનો ઉદ્દેશ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની સાથે ભૂખ્યા લોકોને ભોજન આપવાનો પણ છે. આ કાફે પર ” મોર ધ વેસ્ટ બેટર ધ ટેસ્ટ” નું સુત્ર પણ લખવામાં આવ્યું છે. આ પ્લાસ્ટિકને એકત્ર કરીને તેને રિસાયકલ કરી શકાય છે અને બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

પીએમ મોદીએ અંબિકાપુરના ગાર્બેજ કાફેના વખાણ કર્યા હત

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના 127માં એપિસોડમાં જણાવ્યું કે છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યું છે. આ કાફે એવા છે જ્યાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં તમને સંપૂર્ણ ભોજન મળે છે. જો કોઈ એક કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક લાવે છે તો તેને લંચ કે ડિનર આપવામાં આવે છે. જો અડધો કિલોગ્રામ પ્લાસ્ટિક લાવે છે તો તેમને નાસ્તો મળે છે. આ કાફે અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે.

એક સાથે બે સમસ્યાનું સમાધાન

આ કાફે પાછળનો વિચાર ગરીબોને પ્લાસ્ટિકના કચરાના બદલામાં ભોજન પૂરો પાડવાનો હતો. આ પહેલનો હેતુ શહેરમાં બે મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. જે સસ્તામાં ભોજન અને પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરવામાં લોકોનું યોગદાન. પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યા બાદ વિશિષ્ટ સ્થાનિક કચરો સંગ્રહ કેન્દ્રોને આપવામાં આવે છે. જે સ્થાનિક સરકાર માટે આવક પણ ઉત્પન્ન કરે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button