આ કેન્દ્રીય પ્રધાનને ‘Beti Bachao , Beti Padhao’ લખતા પણ ના આવડ્યું! કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા
ધાર: કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સાવિત્રી ઠાકુર (Savitri Thakur) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં છે. મહિલા અને બાળ વિકાસ મત્રાલયના રાજ્ય પ્રધાનને લખતા પણ ના આવડતું હોવાના આરોપ લાગી રહ્યા છે. માહિતી મુજબ મધ્યપ્રદેશના ધાર(Dhar)માં બુધવારે ‘સ્કૂલ ચલો અભિયાન’ હેઠળના એક કાર્યક્રમમાં સાવિત્રી ઠાકુર હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે વ્હાઇટબોર્ડ પર ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સૂત્રની હિન્દી જોડણી ખોટી લખી હતી, તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સાવિત્રી ઠાકુર ધારથી લોકસભાના સાંસદ છે, તેમણે ભૂલથી વ્હાઇટબોર્ડ પર “બેટી પડાઓ બચાવ” લખી દીધું.
Read more:
આ વિડીયો પર કોંગ્રેસે સાવિત્રી ઠાકુરની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેકે મિશ્રાએ સાવિત્રી ઠાકુરની સાક્ષરતાની ટીકા કરી, તેમણે કહ્યું કે આ લોકશાહીનું દુર્ભાગ્ય છે. સોગંદનામા મુજબ સાવિત્રી ઠાકુરે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે.
કેકે મિશ્રાએ લખ્યું કે “આ લોકશાહીની કમનસીબી છે કે જે લોકો બંધારણીય હોદ્દા ધરાવે છે અને જેના પર મહત્વના વિભાગોની જવાબદારી છે તેઓ તેમની માતૃભાષામાં લખવા પણ સક્ષમ નથી. તેઓ તેમનું મંત્રાલય ચલાવવા માટે કેવી રીતે સક્ષમ હશે?”
કેકે મિશ્રાએ ચૂંટણી ઉમેદવારો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરવા કરવા માટે બંધારણમાં સુધારો કરવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે આ સિસ્ટમ સાથે સંબંધિત મુદ્દો છે અને કોઈ વ્યક્તિ સાથે નહીં.
Read more:
રાજ્યની વિધાનસભામાં વિપક્ષના નેતા, ઉમંગ સિંઘરે સોશિયલ મીડિયા પર સાવિત્રી ઠાકુરના નેતૃત્વ અને સાક્ષરતા પર સવાલ ઉઠાવ્યા, તેમણે કહ્યું “આ કેવું નેતૃત્વ છે? શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારમાં માત્ર રબર સ્ટેમ્પ પ્રધાનો જ ઇચ્છે છે? જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ તેના માટે કોઈ નિર્ધારિત ધોરણ નથી, પરંતુ ઓછામાં ઓછું તે સાક્ષર હોવા જોઈએ.”