નેશનલ

જમ્મુ કાશ્મીરના નૌગામ બ્લાસ્ટ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના નૌગામમાં એક પોલીસ સ્ટેશનની અંદર થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સ્પષ્ટતા કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હરિયાણાના ફરીદાબાદમાંથી મળેલા વિસ્ફોટકોના નમૂનાઓનું ફોરેન્સિક પરીક્ષણ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે વિસ્ફોટ આકસ્મિક રીતે થયો હતો. આ વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

નવ લોકો માર્યા ગયા હતા 30 લોકો ઘાયલ

આ અંગે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા હતા. જ્યારે 27 પોલીસકર્મીઓ બે મહેસૂલ અધિકારીઓ અને ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી પોલીસ સ્ટેશન બિલ્ડીંગ અને આસપાસના કેટલાક માળખાને વ્યાપક નુકસાન થયું છે. આ અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે લોકોને કોઈપણ અટકળો ટાળવા વિનંતી કરી છે.

શુકવાર રાત્રે 11. 20 વાગ્યે વિસ્ફોટ થયો

સંયુક્ત સચિવે જણાવ્યું કે, શુકવાર રાત્રે 11. 20 વાગ્યે નૌગામ પોલીસ સ્ટેશનની અંદર એક આકસ્મિક વિસ્ફોટ થયો હતો. જેમાં આતંકવાદી મોડ્યુલની તપાસ દરમિયાન વિસ્ફોટક સામગ્રી અને રસાયણોનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસ સ્ટેશનના ખુલ્લા વિસ્તારમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. તેમજ પ્રમાણભૂત તપાસ પ્રક્રિયાઓના ભાગ રૂપે નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહ્યા હતા ત્યારે આકસ્મિક વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો…દિલ્લી બાદ હવે શ્રીનગરમાં બ્લાસ્ટ, નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટથી 9નાં મૃત્યું; 300 ફૂટ દૂર ફંગોળાયા માનવ અંગો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button