નેશનલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો આરોપ, કહ્યું આસામમાં કોંગ્રેસે ઘૂસણખોરીથી રાજ્યની ડેમોગ્રાફી બદલી

ધેમાજી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના શાસન દરમિયાન ગેરકાયદે ઘૂસણખોરીએ રાજ્યની ડેમોગ્રાફી બદલી નાખી છે. ત્યારે મોદી સરકાર આ સ્થિતીને બદલવાના સતત પ્રયાસ કરી રહી છે. તેમજ ઘૂસણખોરી રોકવા માટે અમિત શાહે ત્રીજા કાર્યકાળ માટે પણ ભાજપને સમર્થન આપવા લોકોને અપીલ કરી હતી.

રાજ્ય ઘૂસણખોરીની સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે

ધેમાજી જિલ્લાના કરેંગ ચાપોરી ખાતે ઓલ મિસિંગ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા આયોજિત 10મા મિસિંગ યુથ ફેસ્ટિવલના સમાપન સમારોહને સંબોધતા, અમિતે શાહે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાની અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે ભાજપ શાસનમાં રાજ્ય ઘૂસણખોરીની સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.

આ પણ વાચો : ચારૂસેટના 15મા પદવીદાન સમારંભમાં 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત, અમિત શાહનું ‘વિકસિત ભારત 2047’ પ્રવચન

1.26 લાખ એકર જમીન ઘૂસણખોરો દ્વારા અતિક્રમણથી મુક્ત કરવામાં આવી

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન ઘૂસણખોરોની સંખ્યા શૂન્યથી વધીને 64 લાખ થઈ છે. તેમજ તેઓ રાજ્યના સાત જિલ્લાઓમાં બહુમતીમાં છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભાજપ સરકારના બે કાર્યકાળ દરમિયાન 1.26 લાખ એકર જમીન ઘૂસણખોરો દ્વારા અતિક્રમણથી મુક્ત કરવામાં આવી છે.

ઘૂસણખોરી રોકવી હોય તો ભાજપને મત આપવો પડશે

અમિત શાહે જણાવ્યું કે, જો આસામમાં ઘૂસણખોરી રોકવી હોય તો ભાજપને ત્રીજા કાર્યકાળ માટે મત આપવો પડશે અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને મજબૂત બનાવવા પડશે. તેમણે આસામના ઉપરી વિસ્તારમાં ઘૂસણખોરી રોકવામાં મિસિંગ સમુદાયની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે સમુદાયની મહેનતુ જીવનશૈલીએ ઘૂસણખોરોને પ્રદેશમાં સ્થાયી થતા અટકાવ્યા છે.

આ પણ વાચો : કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ, અમિત શાહે વિજયન સરકાર પ્રહાર કર્યા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button