કેન્દ્રીય નાણામંત્રીએ રજુ કરી જીએસટીમાં સુધારની યોજના, અનેક મુદ્દાઓ પર ચર્ચા

નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિને જીએસટીમાં સુધારા અંગે નિવેદન કર્યું હતું. જેની બાદ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યના મંત્રીઓની બેઠકમાં જીએસટીમાં વ્યાપક સુધાર અંગેનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવના ટેક્સ દરોનો સરળ બનાવવા અને વેપારીઓને કાયદાના અમલનો બોજ હળવો કરવા પર જોર આપવામાં આવ્યું હતું.
આ અંગે મીડિયા એજન્સીના અહેવાલ અનુસાર પ્રસ્તાવમાં જીએસટીના વર્તમાન દર 5 ટકા, 12 ટકા,18 ટકા,અને 28 ટકાની ચાર કેટેગરીમાં છે. જેને ઘટાડીને માત્ર 5 ટકા અને 18 ટકાના સ્લેબમાં લાવવાનું આયોજન છે જયારે સમાજ માટે હાનિકારક સામાન( સીન ગુડ્સ) પર 40 ટકાનો વિશેષ દર લાગુ કરવાની પણ ભલામણ છે.
આપણ વાંચો: કવર સ્ટોરી : જીએસટીની લહાણી તહેવારોની ઘરાકી બગાડશે?
મેડીકલેઈમ પર ટેક્સ ઘટાડવાની યોજના
આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 20 મિનીટ સુધી સંબોધન કર્યું હતું અને કહ્યું કે જીએસટીમાં સુધારાની જરૂર છે. તેમજ તેના ફાયદાઓ રાજ્યના મંત્રીઓ સમક્ષ મુક્યા હતા. આ બેઠક બે દિવસ ચાલશે.
જેમાં રેટ રેશનલાઈઝેશન
વીમા પર ટેક્સ અને વળતર ઉપકર જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને મેડીકલેઈમ પર ટેક્સ ઘટાડવાની યોજના છે.
આપણ વાંચો: જીએસટીના બુસ્ટરથી સેન્સેક્સ ૧૧૭૦ પોઇન્ટ ઊછળ્યો, જાણો બીજા ક્યા કારણો છે?
મંત્રીઓની બેઠક 21 ઓગસ્ટના રોજ ફરીથી થશે
રેટ રેશનલાઈઝેશનમાં ટેક્સ સ્લેબમાં ફેરબદલ, દરોમાં સરળતા અને ડ્યુટી ઈનવર્ઝન જેવી સમસ્યાઓના સમાધાન અંગે ભલામણ કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ મંત્રીઓની બેઠક 21 ઓગસ્ટના રોજ ફરીથી થશે.
આ અંગે બેંક સર્વે મુજબ જો પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો કેન્દ્રને વાર્ષિક 85,000 કરોડ રૂપિયાની મહેસુલી ખોટ જશે. તેમજ જો આ નવા દર 1 ઓક્ટોબરથી લાગુ થશે તો ચાલુ નાણાકીય વર્ષમાં 45,000 કરોડની મહેસુલી ખોટ થઈ શકે છે.