લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું | મુંબઈ સમાચાર

લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું

નવી દિલ્હી : સંસદમાં ભારે હંગામા બાદ બપોર સુધી સ્થગિત કરવામાં આવેલી સંસદની કાર્યવાહી ફરી શરુ કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સુધારેલ આવકવેરા બિલ, 2025 રજૂ કર્યું. આ સુધારેલા બિલમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલી મોટાભાગની ભલામણોનો સમાવેશ થાય છે.

બંને ગૃહમાં અનેક મહત્વપૂર્ણ બિલો પસાર કરાશે

સરકારે ગયા અઠવાડિયે 13 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા આવકવેરા બિલ-2025ને પાછું ખેંચવાનો નિર્ણય લીધા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. નવું આવકવેરા બિલ પસાર થયા પછી કાયદો બનશે. આ ઉપરાંત વિપક્ષના હંગામા મુદ્દે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષે ઘણો સમય બગાડ્યો છે. સરકાર મહત્વપૂર્ણ બિલો પસાર કરવા માંગે છે. આજે અમે લોકસભા અને રાજ્યસભા બંનેમાં મહત્વપૂર્ણ બિલો પસાર કરીશું.

નવો ડ્રાફ્ટ આવકવેરા અધિનિયમને બદલવા આધાર તરીકે કામ કરશે

સંસદમાં 13 ફેબ્રુઆરીના રોજ રજુ કરેલા વિધેયકને પરત લેવા અંગે જાણકારી આપતા નિર્મલા સીતારમણે જણાવ્યું કે, નવા આવકવેરા વિધેયક માટે ભલામણો મળેલી છે. તેમણે વધુમાં કહ્યું કે મૂંઝવણ ટાળવા માટે અગાઉનું બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. તેમજ આ નવો ડ્રાફ્ટ આવકવેરા અધિનિયમ-1961 ને બદલવા માટે આધાર તરીકે કાર્ય કરશે.

આપણ વાંચો:  ઇસરો અમેરિકન સેટેલાઈટને કરશે લોન્ચ , મોબાઈલ કનેક્ટિવિટીમાં આવશે ક્રાંતિ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button