Top Newsનેશનલ

કેન્દ્રીય બજેટમાં રેલવેને ફાળવાયા રૂપિયા 2,78,030 કરોડ…

ગુજરાત અને પશ્ચિમ બંગાળ વચ્ચે વિશેષ ફ્રેટ કોરિડોરનો પ્રસ્તાવ…

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં વર્ષ 2026-27 નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં તેમણે ખેડૂત, મહિલા, મધ્યમ વર્ગ સહિત અનેક સેક્ટરો માટે જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં રેલવે માટે પણ ખાસ ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં રેલવે માટે રૂપિયા 2,78,030 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સાત નવી હાઇ-સ્પીડ રેલવે કોરિડોરની પણ જાહેરાત કરાઇ છે. આ હાઇ-સ્પીડ કોરિડોર હવાઇ મુસાફરી કરતાં લોકો માટે વિકલ્પ બનશે. આ ઉપરાંત બજેટમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળ વચ્ચે વિશેષ ફ્રેટ કોરિડોરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

રેલવેના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણને ગતિ આપનારું વિકસિત ભારતનું બજેટ

રેલવે મંત્રાલયે બજેટ 2026 અંગે નિવેદન જાહેર કર્યું છે. રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે વર્ષ 2026-27 માટે બજેટમાં રેલવેને રૂપિયા 2,78,030 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે રેલવેના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણને ગતિ આપનારું વિકસિત ભારતનું બજેટ છે. બજેટમાં દેશના શહેરો વચ્ચે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર વિકસાવવાનો પ્રસ્તાવ છે. જેમાં મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી ચેન્નાઈ, હૈદરાબાદથી બેંગલુરુ, ચેન્નાઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલીગુડી નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…નિર્મલાના બજેટમાં 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, મહારાષ્ટ્રને મોટો ફાયદો…

અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઇ સ્પીડ કોરિડોરનું કામગીરી ચાલુ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પશ્ચિમ બંગાળના ડંકુનીથી ગુજરાતના સુરત સુધી એક નવા વિશેષ ફ્રેટ કોરિડોરનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. તેમણે કહ્યું કે આ માલ પરિવહન માટે પર્યાવરણ અનુકૂળ ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ છે. મળતી માહિતી મુજબ હાલમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઇ સ્પીડ કોરિડોરનું કામગીરી ચાલુ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં જિલ્લામાં બે ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર ઈસ્ટર્ન અને વેસ્ટર્નનું કામ ચાલી રહ્યું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button