બજેટ પહેલા નાણા પ્રધાનને દહીં-ખાંડ ખવડાવવાની શું છે પરંપરા? જુઓ વીડિયો…

Union Budget 2026: કેન્દ્રીય બજેટ 2026-27ની ઘડીઓ ગણાઈ રહી છે. થોડી જ મિનિટોમાં બજેટ રજૂ થશે. ભારતની સાંસ્કૃતિક વિરાસતમાં કેટલીક ખાસ પરંપરાઓ છે, જે મહત્વપૂર્ણ કાર્યો પહેલા નિભાવવામાં આવે છે. કેન્દ્રીય બજેટ રજૂ કરતા પહેલા એક મહત્વની પરંપરા નિભાવવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિ નાણા પ્રધાનને દહીં-ખાંડ ખવડાવે છે.
આ પરંપરા ભારતીય સંસ્કૃતિના ‘શુભ શુકન’ સાથે જોડાયેલી છે. દહીં-ખાંડને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ ભવનમાં નાણા પ્રધાન અને તેમની ટીમ રાષ્ટ્રપતિ સાથે શિષ્ટાચાર મુલાકાત કરે છે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ નાણા પ્રધાને દહીં-ખાંડ ખવડાવીને તેમને શુભેચ્છાઓ પાઠવે છે અને દેશના આર્થિક ભવિષ્ય માટે સફળ બજેટની કામના કરે છે.
નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે. તેમણે 2019માં પ્રથમ બજેટમાં પણ લેધર બ્રીફકેસની પરંપરા તોડી હતી અને બજેટ દસ્તાવેજોને લાલ રંગના કપડામાં લપેટીને વહી-ખાતાનું રૂપ આપ્યું હતું. છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ સંપૂર્ણ પેપરલેસ હશે. જે આધુનિક અને ડિજિટલ ભારતની તસવીર રજૂ કરશે.
ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી 4.4 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. બજેટમાં 4.5 ટકાથી નીચેનો લક્ષ્યાંક હાંસલ કર્યા પછી, બજાર હવે દેવા-જીડીપી રેશિયો ઘટાડવાની દિશામાં આગળ વધવા માટે સચોટ આંકડાઓની રાહ જોઈ રહ્યું છે. સરકાર નાણાકીય વર્ષ 2026-27 માટે ચાર ટકા રાજકોષીય ખાધની જાહેરાત કરી શકે તેવી અપેક્ષા છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો આયોજિત મૂડી ખર્ચ 11.2 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ખાનગી ક્ષેત્રના રોકાણકારોની સાવચેતીને જોતા, સરકાર આગામી બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના ખર્ચને જાળવી રાખી શકે છે અને તેમાં 10-15 ટકાનો વધારો કરી શકે છે. આ રકમ 12 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની શક્યતા છે.
આ ક્ષેત્રો પર રહેશે વિશેષ ધ્યાન
બજેટમાં માત્ર આર્થિક આંકડાઓ જ નહીં, પરંતુ સામાજિક સુરક્ષા પર પણ ભાર મૂકવામાં આવે તેવી અપેક્ષા છે. ‘G RAM G’ જેવી વિશેષ યોજનાઓની સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બજેટ ફાળવણી પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો…Budget 2026: નિર્મલા સીતારમણ તોડશે 75 વર્ષની પરંપરા? પ્રથમ વખત પાર્ટ બી હશે ખાસ…



