
Budget 2026: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વખતે 75 વર્ષ જૂની પરંપરા પર બ્રેક લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં યુનિયન બજેટમાં મોટાભાગની વાતો પાર્ટ – એમાં થતી હતી. જ્યારે પાર્ટ – બી માત્ર ટેક્સ અને પોલિસી એનાઉન્સમેન્ટ પૂરતો જ મર્યાદીત હતો. પરંતુ આ વખતે 75 વર્ષની પરંપરા તૂટી શકે છે. સૂત્રો મુજબ, નિર્મલા સીતારમણ તેના બજેટ ભાષણમાં પાર્ટ બીનો ઉપયોગ ભારતના ઈકોનોમિક ભવિષ્યનું વિઝન બતાવવા માટે કરશે.
એક નવા રોડમેપની આશા
સૂત્રોએ કહ્યું કે, આ વખતે પાર્ટ બીમાં શોર્ટ ટર્મ પ્રાયોરિટી અને લોંગ ટર્મ ગોલ, બંને બતાવવાની આશા છે. દેશની સ્થાનિક અને વૈશ્વિક આકાંક્ષાઓ વચ્ચે તાલમેલ બેસાડીને વર્તમાન પ્રાથમિકતા અને ભવિષ્યના લક્ષ્યાંકોનું માળખું રજૂ કરાશે. ભારત અને વિદેશના આર્થિક વિશેષજ્ઞ તેના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો…Union Budget 2026: શું આ વખતે વધશે 80Cની લિમિટ?
પહેલા પણ પરંપરા તોડી ચુક્યા છે નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે. તેમણે 2019માં પ્રથમ બજેટમાં પણ લેધર બ્રીફકેસની પરંપરા તોડી હતી અને બજેટ દસ્તાવેજોને લાલ રંગના કપડામાં લપેટીને વહી-ખાતાનું રૂપ આપ્યું હતું. છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ સંપૂર્ણ પેપરલેસ હશે. જે આધુનિક અને ડિજિટલ ભારતની તસવીર રજૂ કરશે.
ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી 4.4 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. બજેટમાં 4.5 ટકાથી નીચેનો લક્ષ્યાંક હાંસલ કર્યા પછી, બજાર હવે દેવા-જીડીપી રેશિયો ઘટાડવાની દિશામાં આગળ વધવા માટે સચોટ આંકડાઓની રાહ જોઈ રહ્યું છે. સરકાર નાણાકીય વર્ષ 2026-27 માટે ચાર ટકા રાજકોષીય ખાધની જાહેરાત કરી શકે તેવી અપેક્ષા છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો આયોજિત મૂડી ખર્ચ 11.2 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ખાનગી ક્ષેત્રના રોકાણકારોની સાવચેતીને જોતા, સરકાર આગામી બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના ખર્ચને જાળવી રાખી શકે છે અને તેમાં 10-15 ટકાનો વધારો કરી શકે છે. આ રકમ 12 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની શક્યતા છે.
આ ક્ષેત્રો પર રહેશે વિશેષ ધ્યાન
બજેટમાં માત્ર આર્થિક આંકડાઓ જ નહીં, પરંતુ સામાજિક સુરક્ષા પર પણ ભાર મૂકવામાં આવે તેવી અપેક્ષા છે. ‘G RAM G’ જેવી વિશેષ યોજનાઓની સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બજેટ ફાળવણી પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો…બજેટની માહિતી જનતા સુધી પહોંચાડવા ભાજપનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, 150થી વધુ પ્રેસ કોન્ફરન્સ યોજાશે…



