આમચી મુંબઈનેશનલ

Union Budget 2026-27: આવતીકાલે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ રજૂ કરશે બજેટ, જાણો ક્યાં અને કેવી રીતે જોશો લાઈવ…

કેન્દ્રિય બજેટ 2026 આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. ભારતની આર્થિક દિશા નક્કી કરનારું આ કેન્દ્રિય બજેટ 2026-27 અનેક રીતે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. આવી સ્થિતિમાં બજેટ ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે, એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. જો તમને પણ આ સવાલ સતાવી રહ્યો છે તો આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જજો, કારણ કે અહીં જ અમે જણાવીશું કે તમે બજેટ ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો-

કેન્દ્રિય નાણાં પ્રધાન આવતીકાલે નિર્મલા સિતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરશે. આવું કરીને નિર્મલા સિતારમણ મોરારજી દેસાઈના 10 વખત બજેટ રજૂ કરવાના વિક્રમની નજીક પહોંચી જશે. જોકે, એ વાત અલગ છે કે મોરારજી દેસાઈએ છ વખત અને ચાર વખત એમ બે અલગ અલગ બેચમાં બજેટ રજૂ કરીને આ વિક્રમ બનાવ્યો છે.

પહેલી ફેબ્રુઆરી, 2026ના જ્યારે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ સતત નવમી વખત કેન્દ્રિય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું પૂર્ણ બજેટ છે, જેની દેશના સામાન્ય નાગરિકોથી લઈને ઉદ્યોગ જગત સુધીના તમામ વર્ગો એકદમ કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

બજેટ 2026ની મુખ્ય વિશેષતાઓ
આવતીકાલે રજૂ થનારા કેન્દ્રિય બજેટની વિશેષતા વિશે વાત કરીએ તો તે નીચે પ્રમાણે છે-

  1. આવતીકાલે રજૂ થનારા બજેટની સૌથી મોટી વિશેષતા તો એ છે કે રવિવાર હોવા છતાં પણ બજેટ રજૂ કરવામાં આવશે. ભારતીય ઈતિહાસમાં પ્રથમ વખત કેન્દ્રીય બજેટ રવિવારના દિવસે રજૂ કરવામાં આવશે.
  2. બજેટ ક્યારે રજૂ કરવાના સમયની વાત કરીએ તો કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સિતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં પોતાનું બજેટ ભાષણ શરૂ કરશે.
  3. વાત કરીએ અપેક્ષાોની જો આ બજેટ પાસેથી ખેડૂતો, મધ્યમ વર્ગ, નોકરિયાતો અને સ્ટાર્ટઅપ્સને મોટી આશાઓ છે.

બજેટનું લાઈવ સ્ટ્રિમિંગ ક્યાં જોશો?
જો તમે બજેટની દરેક જાહેરાત અને વિશ્લેષણ લાઈવ જોવા માંગતા હોવ, તો તમારી પાસે અહીં જણાવવામાં આવેલા ઓપ્શન્સ અવેલેબલ છે.

  1. તમે સંસદ ટીવી (Sansad TV), દૂરદર્શન નેશનલ (DD National) અને ડીડી ન્યૂઝ (DD News) પર સીધું પ્રસારણ જોઈ શકશો.
  2. ભારત સરકારની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર પણ લાઈવ કવરેજ ઉપલબ્ધ રહેશે.
  3. આ સિવાય તમે મુંબઈ સમાચારની વેબસાઈટ, ડિજિટલ પ્લેટફોર્મ પર બજેટનું સચોટ વિશ્લેષણ, લાઈવ અપડેટ્સ અને નિષ્ણાતોના અભિપ્રાયો જાણી શકશો.

આ પણ વાંચો બે મહિના પછી યોજાનારી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે કે મમતા ? જાણો ઓપિનિયન પોલ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button