Union Budget 2026: સીતારમણે શું કરી મોટી જાહેરાતો, જાણો એક ક્લિકમાં

Budget Highlights: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં પોતાનું નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારવાની જાહેરાતના કારણે શેરબજારમાં કડાકો બોલ્યો હતો. નાણાકીય વર્ષ 2026-27 માં રાજકોષીય ખાધ 4.3 ટકા રહેવાનો અંદાજ છે અને કેપિટલ એક્સપેન્ડિચર (મૂડી ખર્ચ) વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
TCS માં ઘટાડો: વિદેશ પ્રવાસના પેકેજ હવે સસ્તા થશે. પેકેજ વેચાણ પરનો TCS દર 5% અને 20% થી ઘટાડીને માત્ર 2% કરવામાં આવ્યો છે.
LRS અને શિક્ષણ/સારવાર: શિક્ષણ અને તબીબી હેતુ માટે વિદેશ પૈસા મોકલવા પર (LRS) TCS દર 5% થી ઘટાડીને 2% કરાયો છે.
નવો ઇન્કમ ટેક્સ એક્ટ: 1 એપ્રિલ 2026 થી નવો ઇન્કમ ટેક્સ કાયદો લાગુ થશે. રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
અકસ્માત ક્લેમ પર રાહત: મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળતા વ્યાજ પર હવે કોઈ ઇન્કમ ટેક્સ કે TDS લાગશે નહીં.
કેન્સરની દવાઓ : 17 એન્ટી-કેન્સર દવાઓ અને દુર્લભ રોગોની 7 અન્ય દવાઓને બેઝિક કસ્ટમ્સ ડ્યુટી માંથી મુક્ત કરવામાં આવી છે.
માનસિક સ્વાસ્થ્ય: ઉત્તર ભારત માટે ખાસ NIMHANS 2.0 ની સ્થાપના કરવામાં આવશે.
આયુષ ક્ષેત્ર: દેશમાં 3 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થપાશે અને 5 મેડિકલ ટુરિઝમ હબ બનાવવામાં આવશે.
ખેડૂતો માટે AI: ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં મદદ માટે બહુભાષી AI ટૂલ લોન્ચ કરાશે.
MSME ફંડ: નવા ઉદ્યોગસાહસિકોના વિકાસ માટે 10,000 કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કરાયું છે.
સેમીકન્ડક્ટર મિશન 2.0: રિસર્ચ અને તાલીમ કેન્દ્રો સાથે સેમીકન્ડક્ટર મિશનનો બીજો તબક્કો શરૂ થશે.
હાઈ-સ્પીડ રેલ: દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે.
બર્ડ વોચિંગ ટ્રેન: તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સરહદે પ્રવાસન માટે ખાસ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ છે.
1.5 લાખ કેર ગિવર્સ તૈયાર કરાશેઃ ઓપ્ટોમેટ્રી, રેડિયોલોજી અને એનેસ્થેસિયા જેવી 10 વિદ્યાશાખાઓમાં 1 લાખ એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ (AHPs) તૈયાર કરવાની જાહેરાત કરી છે. આગામી પાંચ વર્ષમાં, વૃદ્ધોની સંભાળ માટે 1.5 લાખ કેર ગિવર્સ તૈયાર કરવામાં આવશે.
શિક્ષણ અને રોજગાર: વિકસિત ભારત તરફ સેવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી પગલાં સૂચવવા ‘એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ કમિટી’ની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે.
કાર્બન કેપ્ચર અને યુટિલાઈઝેશન સ્કીમ શરૂ થશે: સ્ટીલ અને સિમેન્ટ જેવા ક્ષેત્રોમાં ‘કાર્બન કેપ્ચર અને યુટિલાઈઝેશન’ સ્કીમ શરૂ કરવા માટે ₹20,000 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ છે.
રેલવે કોરિડોર: શહેરો વચ્ચે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર વિકસાવવાનો પ્રસ્તાવ છે: મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી ચેન્નાઈ, હૈદરાબાદથી બેંગલુરુ, ચેન્નાઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલીગુડી.
બેંકિંગ સુધારા: ભારતની વૃદ્ધિના આગામી તબક્કા સાથે બેંકિંગ ક્ષેત્રને સુસંગત બનાવવા માટે ‘બેંકિંગ ફોર વિકસિત ભારત’ નામની ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવશે.
મૂડી ખર્ચ : જાહેર મૂડી ખર્ચમાં અનેકગણો વધારો થયો છે. 2014-15માં જે ₹2 લાખ કરોડ હતો, તે નાણાકીય વર્ષ 2026-27માં વધારીને ₹12.2 લાખ કરોડ કરવાનો પ્રસ્તાવ છે.
MSME સેકટર: MSME ને મજબૂત કરવા માટે ત્રિપાંખિયો અભિગમ: ચેમ્પિયન MSME બનાવવા માટે ₹10,000 કરોડનું SME ગ્રોથ ફંડ, આત્મનિર્ભર ભારત ફંડમાં વધારાના ₹2,000 કરોડ અને લિક્વિડિટી સપોર્ટ પૂરો પાડવામાં આવશે.
રિયર અર્થ કોરિડોર: ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં સમર્પિત રેર અર્થ મિનરલ કોરિડોર સ્થાપિત કરવામાં આવશે.
બાયો-ફાર્મા: ભારતને ગ્લોબલ બાયો-ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે આગામી 5 વર્ષ માટે ₹10,000 કરોડના ખર્ચે ‘બાયો ફાર્મા શક્તિ’ યોજનાનો પ્રસ્તાવ છે, જે જૈવિક ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદન માટે ઇકોસિસ્ટમ તૈયાર કરશે.
ટેક્સ હોલિડે: ભારતીય ક્લાઉડ કંપનીઓને ડેટા અને ટેકનોલોજી પ્રોત્સાહન માટે 2047 સુધી ટેક્સ હોલિડે જાહેર કરાયો છે.



