Union Budget 2024 :SC-ST અને OBC સમાજના કલ્યાણ માટે નવી યોજના લાવવામાં આવશે

નવી દિલ્હી : નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ(Union Budget 2024)રજૂ કરી રહ્યાં છે. નિર્મલા સીતારમણને કહ્યું આ બજેટ ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતો પર ફોકસ છે. તેમણે બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં તેમણે ખાસ કરીને સામાજિક યોજના પર બોલતા કહ્યું કે સરકાર એસ. સી. એસ. ટી અને ઓબીસી સમાજ માટે પણ નવી યોજનાઓ લાવશે. જેના લીધે તેમના જીવન ધોરણમાં વધુ સુધારો આવે. સરકાર સમાજના દરેક વર્ગના વિકાસને મહત્વ આપી રહી છે.
આ ઉપરાંત તેમણે બજેટમાં યુવાનોને ધ્યાનમાં રાખીને રોજગારીની પણ જાહેરાત કરી છે. રોજગાર અને સ્કિલ માટે ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપશે. દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 3 ટકાના વાર્ષિક વ્યાજ પર 10 લાખ રૂપિયા સીધા જ આપવામાં આવશે.
નિર્મલા સીતારમણની બજેટ સંબોધનમાં મોટી જાહેરાત
- ફ્રી રેશનની વ્યવસ્થા 5 વર્ષ સુધી ચાલુ રહેશે.
- આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
- રોજગાર માટે સરકાર 3 મોટી યોજનાઓ પર કામ કરશે
- વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખની સ્કીલ મોડલ લોન
- પ્રથમ વખતના કર્મચારીઓ માટે વધારાનો PF
- નોકરીઓમાં મહિલાઓને પ્રાથમિકતા
Also Read –