
નવી દિલ્હી : નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ(Union Budget 2024)રજૂ કરી રહ્યાં છે. નિર્મલા સીતારમણને કહ્યું આ બજેટ ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતો પર ફોકસ છે. તેમણે બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં બજેટ યુવાનો(Youth)માટે લાભદાયી નીવડયુ છે. જેમાં યુવાનો માટે સરકારે અનેક યોજનાઓની જાહેરાત કરી છે.
નવી ઈન્ટર્નશિપ સ્કીમની જાહેરાત
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી ઈન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરી છે. જેમાં 1 કરોડ યુવાનોને આનો ફાયદો થવાની સંભાવના છે. 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપની તક મળશે. આ સમયગાળા દરમિયાન તેમને દર મહિને 5000 રૂપિયા મળશે
આ ઉપરાંત તેમણે બજેટમાં યુવાનોને ધ્યાનમાં રાખીને રોજગારીની પણ જાહેરાત કરી છે. રોજગાર અને સ્કિલ માટે ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપશે. દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 3 ટકાના વાર્ષિક વ્યાજ પર 10 લાખ રૂપિયા સીધા જ આપવામાં આવશે.
યુવાનો માટે બજેટમાં જાહેરાતો
- સરકાર બે વર્ષ માટે પ્રથમ વખત નોકરી કરનારાઓને દર મહિને 300 રૂપિયાનો વધારાનો PF આપશે.
- સ્થાનિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન મળશે.
- યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. 30 લાખ યુવાનોને તાલીમ મળશે.
- આ માટે બજેટમાં 2 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
- કેન્દ્ર સરકાર 4.1 કરોડ યુવાનો માટે રોજગાર માટેની પાંચ યોજનાઓ લાવશે.
- આગામી 5 વર્ષમાં સરકાર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
- સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપ આપશે.
-એક વર્ષની ઇન્ટર્નશિપ દરમિયાન દર મહિને રૂ. 5000 ની નાણાકીય સહાય
Also Read –