કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ફલાઈટના હાર્ડ લેન્ડિંગ મુદ્દે આપ્યા કડક નિર્દેશ | મુંબઈ સમાચાર
નેશનલ

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ફલાઈટના હાર્ડ લેન્ડિંગ મુદ્દે આપ્યા કડક નિર્દેશ

નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગ સતત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેમજ છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટના હાર્ડ લેન્ડિંગના કારણે મંત્રાલયની ચિંતા વધારો થયો છે. ત્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક બેઠકમાં ડીજીસીએ અને એર ઇન્ડિયાના અધિકારીઓને કડક ચેતવણી આપી છે.

પાયલોટે વધારાની સિમ્યુલેટર તાલીમ લેવી જોઈએ

આ બેઠકમાં રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે લાંબા અંતરની ફ્લાઇટ્સ ચલાવતા પાયલોટ મુસાફરોની સલામતી પ્રત્યે સભાન રહે તે જરૂરી છે. તેમજ તેની માટે વધારાની સિમ્યુલેટર તાલીમ લેવી જોઈએ. તેમણે કહ્યું કે જે પાયલોટ ફ્લાઇટ દરમિયાન પ્રામાણિકપણે ટેકનિકલ સમસ્યા અથવા ભૂલની જાણ કરે છે તેની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે.

આ પણ વાંચો: નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું ક્રાંતિકારી પગલું, હેલિકોપ્ટર દ્વારા ઈમરજન્સી તબીબી સેવાઓ ભારતમાં શરૂ

તહેવારો દરમિયાન એર મુસાફરોની સંખ્યામાં વધારો

આ બેઠકમાં એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે હાલમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના કેટલા વિમાનો ગ્રાઉન્ડેડ છે. મંત્રીએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન એર મુસાફરોની સંખ્યામાં વધી રહી છે. ત્યારે આટલા બધા વિમાનોને ગ્રાઉન્ડેડ કરવા યોગ્ય નથી.

ફ્લાઇટ્સ અને ટિકિટ ભાડા પર નજર રાખવાનો આદેશ

આ ઉપરાંત મંત્રીએ ડીજીસીએને મુસાફરોને અસુવિધા ન થાય અને કોઈપણ એરલાઇન મનમાની ન કરી શકે તેની ખાતરી કરવા માટે દરરોજ ફ્લાઇટ્સ અને ટિકિટ ભાડા પર નજર રાખવાનો આદેશ આપ્યો. મંત્રાલયે જણાવ્યું હતું કે તહેવારોની મોસમ દરમિયાન ફ્લાઇટ્સ સમયસર ચાલવી જોઈએ, પાઇલટ્સ સંપૂર્ણપણે તૈયાર હોવા જોઈએ અને મુસાફરો ભય વિના મુસાફરી કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ઉડ્ડયન મંત્રીએ તમામ વિભાગોને આગામી સમીક્ષા બેઠક પહેલાં એક વ્યાપક કાર્યવાહી અહેવાલ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button