
ઇમ્ફાલ: મણિપુરના ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક અજાણ્યું ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO) દેખાવાને કારણે સામાન્ય ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને અન્ય ત્રણ મોડી પડી હતી.
લગભગ સાડા ત્રણ કલાક પછી સેવાઓ સામાન્ય થઈ હતી. ભારતીય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈમ્ફાલના BTI એરપોર્ટ પર બપોરે 2.30 વાગ્યાથી ત્રણ કલાક અને વીસ મિનિટ માટે ફ્લાઈટ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. રવિવારે બપોરે યુએફઓ અંગે ઝીણવટભરી તપાસ કર્યા બાદ સાંજે ફ્લાઇટ ઓપરેશન રાબેતા મુજબ ફરી શરૂ થયું હતું.
ઇમ્ફાલ નિયંત્રિત એરસ્પેસમાં યુએફઓ જોયા બાદ દિલ્હી અને ગુવાહાટીની બે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને અગરતલા, ગુવાહાટી અને કોલકાતાની ત્રણ ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે અને સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મળ્યા બાદ ફ્લાઈટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે મણિપુર નાગાલેન્ડ, મિઝોરમ અને આસામની સરહદે આવેલ છે. તે પૂર્વમાં મ્યાનમાર સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે