અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, તિહાર જેલમાંથી હોસ્પિટલમાં કરાયો દાખલ
નવી દિલ્હીઃ તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી હતી. તેને આજે દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા મુજબ, તેનું નાકનું ઓપરશન થવાનું છે. તેને 2001માં હોટલ કારોબારીની હત્યા મામલે આજીવન કેદની સજા મળી હતી. જે બાદથી તે તિહાર જેલમા છે. તેને જે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યાં દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે.
મે 2024માં મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને 2001માં હૉટલ કારોબારી જયા શેટ્ટીની હત્યા મામલે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ઉપરાત પત્રકાર જે ડે ની હત્યા મામલે પણ છ વર્ષે પહેલા સજા સંભળાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર કોર્ટે પણ તેને મકોકા અંતર્ગત દોષિ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : ગેંગસ્ટર છોટા રાજન ગેંગનો સભ્ય ચેમ્બુરમાંથી પકડાયો, 16 વર્ષથી હતો ફરાર…
શું છે અસલી નામ
છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર સદાશિવ નિકાલજે છે. ઓક્ટોબર 2015માં ઈન્ડોનેશિયાની પોલીસે બાલીથી ભારત પ્રત્યર્પણ કરતા પહેલા ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા ગેંગસ્ટર ત્રણ દાયકા સુધી ફરાર હતો. તે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ માનવામાં આવતો. હતો.