Delhi Airport પર Conveyor Belt પર જોવા મળી એવી વસ્તુ કે… એક્ટરે પોસ્ટ શેર કરીને કહ્યું..
એરપોર્ટ પર ફ્લાઈટમાંથી લેન્ડ થયા બાદ સૌથી બોરિંગ અને ત્રાસદાયક કોઈ કામ હોય તો તે છે ચેક ઈન લગેજ (Waiting For Checked In Luggage On Belt)ની રાહ જોવી. એમાં પણ આ ત્રાસ ત્યારે સૌથી વધારે લાગવા લાગે જ્યારે તમે સૌથી પહેલાં તમારું લગેજ ચેક ઈન કરાવી દીધું હોય, કારણ કે પહેલા ચેકઈન કરાવવાને કારણે તમારું લગેજ સૌથી છેલ્લું આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આ લગેજ બેલ્ટ પર એવી વસ્તુ જોવા મળી હતી કે ત્યાં હાજર તમામ લોકો અસહજ થઈ ગયા હતા અને શરમાઈ ગયા હતા. આવો જોઈએ એવું તે શું જોવા મળ્યું આ લગેજ બેલ્ટ પર…
ઘટના વિશે જાણીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે જે બેલ્ટ પર તમારો સામાન ફરતો હોય છે એ બેલ્ટને કન્વેયર બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં કન્વેયર બેલ્ટ પર એક એવી વસ્તુ જોવા મળી કે ત્યાં હાજર તમામ લોકો એકદમ શરમથી પાણી પાણી થઈ ગયા હતા. એટલું જ નહીં પણ એ વસ્તુ જોઈને લોકોએ મોઢા અહીંયા ત્યાં ફેરવવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: Husbandની વધારે પડતી ચા પીવાની આદતથી કંટાળેલી Wifeએ કર્યું કંઈક એવું કે…
વાઈરલ થઈ રહેલો દિલ્હી એરપોર્ટનો છે અને બેલ્ટ પર જેન્ટ્સ અંડરવિયર જોવા મળી હતી, જે કદાચ કોઈના સામાનમાંથી બહાર પડી ગઈ હશે. ફેમસ એક્ટર અનુપ સોની (Famous Actor Anup Soni)એ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કર્યો છે. અનુપ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-2 પર હાજર હતા એ સમયે તેમની નજર આ વિચિત્ર વસ્તુ પર પડી હતી. આ વીડિયો શેર કરવાની સાથે અનુપ સોનીએ લખ્યું હતું કે જી હા, આ ઘટના હકીકતમાં બની છે મારી આંખોની સામે. આશા રાખું છું કે જેની હશે એને મળી ગઈ હશે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બેલ્ટ પર સામાનની જેમ જ એક મેન્સ અંડરવિયર ફરી રહી છે. આસપાસમાં લોકો પોતાના સામાનની રાહ જોઈ રહ્યા છે, પણ જ્યારે તેમની નજર આ અજીબોગરીબ વસ્તુ પર પડે છે તો તેઓ અસહજ થઈ જાય છે અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ અહીંયા ત્યાં જોવા લાગી રહ્યા છે.
આ પણ વાંચો: Indian ઇલેક્ટ્રિશિયને દુબઈમાં લાગ્યો Jackpot
અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો એના પર કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયો જોઈને મજા પણ લઈ રહ્યા છે. ફેમિલી મેન ફેમ એક્ટર શારિબ હાશ્મીએ લખ્યું હતું કે કચ્છા તો હમ ચલતે હૈ… તો રસિકા દુગ્ગલે સ્માઈલીવાળું ઈમોજી શેર કર્યું હતું.