યુએનએસસીના અહેવાલમાં મોટો દાવો, લશ્કરે તૈયબાના સમર્થન વિના પહલગામ હુમલો અશક્ય...

યુએનએસસીના અહેવાલમાં મોટો દાવો, લશ્કરે તૈયબાના સમર્થન વિના પહલગામ હુમલો અશક્ય…

ન્યુયોર્ક : ભારતની સંસદમાં હાલ પહલગામ હુમલો અને તેની બાદના ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા ચાલી રહી છે. જેમાં વિપક્ષના આક્ષેપોનો સત્તાધારી પક્ષ ભાજપ જવાબ આપી રહ્યો છે. તેવા સમયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોનીટરીંગ ટીમે મહત્વપૂર્ણ દાવો કર્યો છે. જેના લીધે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલો આતંકી સંગઠન લશ્કરે તૈયબાના સમર્થન વિના શક્ય ન હતો. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી છે.

પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોનીટરીંગ ટીમ આઈએસઆઈએલે અલ-કાયદાના તેના સહયોગી સાથે જોડાયેલા અહેવાલમાં પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીરના પહલગામમાં એક
પર્યટન સ્થળ પર પાંચ આતંકીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી છે. તેમજ આ હુમલાના સ્થળ પર તેનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે.

ટીઆરએફએ આ હુમલાની જવાબદારી બે વાર લીધી
આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ટીઆરએફએ આ હુમલાની જવાબદારી બે વાર લીધી હતી. જયારે 26 એપ્રિલે આતંકવાદી સંગઠને પોતાનો દાવો પરત લીધો હતો. જેની બાદ ટીઆરએફ તરફથી હુમલાને લઈને કોઈ માહિતી શેર કરવામાં નથી આવી. તેમજ ના કોઈ સમુહે તેની જવાબદારી લીધી છે.

લશ્કરે તૈયબાના સમર્થન વિના પહલગામ હુમલો અશક્ય
આ અહેવાલની મહત્વની બાબત એ છે કે એક સભ્ય દેશે કહ્યું છે કે લશ્કરે તૈયબાના સમર્થન વિના પહલગામ હુમલો અશક્ય હતો. તેમજ લશ્કરે તૈયબા અને ટીઆરએફ વચ્ચે કનેક્શન છે. તેમજ એક અન્ય સભ્ય દેશે કહ્યું કે હુમલો ટીઆરએફે કર્યો છે જે લશ્કરે તૈયબાનું જ એક નામ છે. જયારે અન્ય એક સભ્ય દેશે આ દાવાને નકાર્યો હતો અને કહ્યું કે લશ્કરે તૈયબા સમાપ્ત થઈ ગયું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button