જિંદગીની કિંમત ૨ લાખ રૂપિયા ન હોય: ઈન્દોર કાંડ પર ભાજપના નેતા જ સરકારને લીધી આડે હાથ…

ઈન્દોર: સતત સ્વચ્છ શહેરથી સન્માનિત થનાર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી અનેક લોકોના મોતની ગંભીર ઘટના બાદ મધ્ય પ્રદેશની ભાજપની સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા છે. ભાજપના જ નેતા ઉમા ભારતીએ તેમની સરકાર માટે શરમજનક હોવાની અને અને માફી માંગવી પડશે તેવી વાત કરી હતી. તેમણે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આર્થિક વળતર પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જિંદગીની કિંમત ૨ લાખ રૂપિયા નથી હોતી.
આગામી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી મધ્ય પ્રદેશમાં પોતાની સરકારને ભલામણ કરવાની એક પણ તક ચુકતા નથી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે “વર્ષ ૨૦૨૫ના અંતમાં ઈન્દોરમાં ગંદુ પાણી પીવાના કારણે થયેલા મોત આપણો પ્રદેશ, આપણી સરકાર અને આપની વ્યવસ્થાને શરમજનક સ્થિતિમાં અને કાળી ટીલી લગાડી ગઈ.

તેમણે આગળ કહ્યું હતું કે, આગળ કહ્યું કે, “રાજ્યના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવનારા નગરમાં આટલી બદસુરતી, ગંદકી અને ઝેર ભળેલું પાણી કે જે કેટલીય જિંદગીઓને ભરખી ગયું અને હજુ પણ ભરખી રહ્યું છે, તેના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે.” ઉમા ભારતીએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ૨ લાખ રૂપિયાના વળતરને અપૂરતું ગણાવીને પીડિતોની માફી માંગવાની માંગ કરી હતી અને આ સ્થિતિને મુખ્ય પ્રધાન મોહન યાદવ માટે પરીક્ષાની ઘડી પણ ગણાવી હતી.



