નેશનલ

મધ્ય પ્રદેશમાં એક પ્રધાનના પગાર ન લેવાની બાબતે ભાજપના જ નેતાએ માર્યો ટોણો

ભોપાલઃ મધ્ય પ્રદેશમા આમ તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે અને હવે સત્તાસૂત્ર હાથમાં પણ લઈ લીધા છે. પણ રાજકારણીઓ રાજકારણ માટે ચૂંટણીની રાહ જોતા નથી. વળી લોકસભાની ચૂંટણી નજીક જ છે અને પક્ષમાં ખેંચતાણ તો થવાની જ. આવી જ વાત મધ્ય પ્રદેશમાં બની છે.

અહીંના કેબિનેટ પ્રધાન ચૈતન્યકુમાર કશ્યપે સરકારી તિજોરી પર ભાર ન આવે તેવા કારણોથી પોતાનું ભથ્થુ લેવાનો ઈનકાર કર્યો છે. તેમની આ વાત રાજકીય વર્તુળોમાં વાહવાહી મેળવી રહી છે, પરંતુ પક્ષના જ વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ તેમને ટોમો માર્યો છે. ઉમા ભારતીએ કહ્યું કે કશ્યપે પોતાના ઉમેદવાીપત્રમાં રૂ. 296 કરોડની સંપત્તિ હોવાનું જણાવ્યું છે ત્યારે તેઓ વર્ષે રૂ. 12 લાખ જતા કરે તેમાં કોઈ મોટો ત્યાગ નથી.

આ સાથે તેમણે મેનકા ગાંધીના પુત્ર વરણ ગાંધીની વાત પણ યાદ કરી જ્યારે વરૂણે લોકપ્રિતિનિધિઓએ પગાર ન લેવાની વાત કરી હતી. ઉમા ભારતીએ કહ્યું કે જેમની પાસે અઢળક સંપત્તિ હોય તેમને આ પોસાય છે, પરંતુ જેઓ સમય અને શક્તિ પક્ષ અને જનતાના કામ માટે આપતા હોય તે લોક પ્રતિનિધિઓને તમામ સવલતો મળવી જોઈએ.

તેમણે એવો ટોણો પણ માર્યો કે દરેક લોક પ્રતિનિધિ વ્યાવસાયિક નથી હોતા અને રાજનીતિની મદદથી પોતાનો વ્યવસાય મોટો કર્યો નથી હોતો. જો ધારાસભ્યો અને સાંસદોને પ્રામાણિકતાના માર્ગે ચાલવાનું સરળ બનાવવું હોય તો ચેતન કશ્યપ જેવા શ્રીમંત ધારાસભ્યો સિવાય તમામ ધારાસભ્યોના પગાર અને અન્ય ભથ્થા આજના સમય અન ખર્ચ પ્રમાણે મળવા જોઈએ.

બે વારના ધારાસભ્ય હોવા સાથે, કશ્યપ 2016 થી 2018 સુધી રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ (રેન્કિંગ કેબિનેટ મંત્રી) હતા. પરંતુ તે દરમિયાન પણ કોઈ સરકારી લાભો લીધા નથી.


મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ સહિત કેબિનેટ સભ્યોની સરેરાશ સંપત્તિ 18.54 કરોડ રૂપિયા છે. રાજ્યના 31માંથી 30 (97 ટકા) મંત્રીઓ કરોડપતિ છે. કેબિનેટમાં ચેતન્ય કશ્યપ પાસે સૌથી વધુ સંપત્તિ (રૂ. 296 કરોડ) છે. ગૌતમ ટેટવાલ પાસે રાજ્યના સ્વતંત્ર પ્રભાર મંત્રી તરીકે સૌથી ઓછી સંપત્તિ (રૂ. 89.64 લાખ) છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button