નેશનલ

G20 સમિટના સંયુક્ત ડિક્લેરેશનની યુક્રેને નિંદા કરી, કહ્યું- ‘આમાં ગર્વ કરવા જેવું કંઈ નથી’

હાલમાં સમગ્ર વિશ્વની નજર દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટ પર ટકેલી છે. આ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વના 29 દેશોના વડાઓ દિલ્હી આવ્યા છે. G20 સમિટ દરમિયાન સભ્યદેશોએ સંયુક્ત ઘોષણાપત્ર (ડિક્લેરેશન) જાહેર કર્યું હતું. યુક્રેને શનિવારે 9 સપ્ટેમ્બરના રોજ ઘોષના પત્ર અંગે પોતાનો મંતવ્ય આપ્યું હતું.

યુક્રેને કહ્યું કે સંયુક્ત ઘોષણાપત્રમાં ગર્વ કરવા જેવું કંઈ નથી. ઉલ્લેખનીય છે કે ડિક્લેરેશનમાં રશિયાનો સીધો ઉલ્લેખ ટાળવામાં આવ્યો હતો. યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓલેગ નિકોલેન્કોએ G20 ડિક્લેરેશનની ટીકા કરી અને કહ્યું કે તેમાં રશિયાનો ઉલ્લેખ નથી. તેણે X પર G20 મેનિફેસ્ટોના એક ભાગનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો, જેમાં મેનિફેસ્ટોમાં લખેલા શબ્દો છેકી તેની જાગ્યા લાલ રંગમાં ‘રશિયા’નો સીધો ઉલ્લેખ કર્યો છે.


યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓલેગ નિકોલેન્કોએ યુક્રેન યુદ્ધના સંદર્ભમાં લખેલા વાક્યોને સુધારીને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે તેમનો દેશ ‘રશિયન’ આક્રમણનો શિકાર છે. તેમણે લખ્યું કે યુક્રેન સામે રશિયાના આક્રમણના સંદર્ભમાં G20 પાસે ગર્વ કરવા જેવું કંઈ નથી. આ રીતે ટેક્સ્ટના મુખ્ય ભાગો વાસ્તવિકતાની નજીક થઇ શકે છે.


નિરાશ હોવા છતાં, નિકોલેન્કોએ ડિક્લેરેશનમાં યુક્રેનના સહયોગીઓનો તેમના યોગદાન માટે આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે યુક્રેન એ ભાગીદારોનો આભારી છે જેમણે પત્રમાં મજબૂત ભાષાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો.


રશિયા-યુક્રેન સંઘર્ષ સંબંધિત પડકારો હોવા છતાં, G20 નેતાઓએ શનિવારે વૈશ્વિક સમિટના પ્રથમ દિવસે સંયુક્ત ઘોષણાપત્ર અપનાવ્યું હતું. આ ડિક્લેરેશન બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ” અમારી ટીમની મહેનતને કારણે નવી દિલ્હી G20 લીડર્સ સમિટ ડિક્લેરેશન પર સર્વસંમતિ સધાઈ છે. મારો પ્રસ્તાવ આ નેતૃત્વને અપનાવવાનો છે. હું આ ડિક્લેરેશનને અપનાવવાની જાહેરાત કરું છું.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button