યુઆઈડીએઆઈએ નકલી આધાર કાર્ડને રોકવા ક્વાયત હાથ ધરી, એઆઈ સહિતના ટુલ્સનો ઉપયોગ કરાશે | મુંબઈ સમાચાર
નેશનલ

યુઆઈડીએઆઈએ નકલી આધાર કાર્ડને રોકવા ક્વાયત હાથ ધરી, એઆઈ સહિતના ટુલ્સનો ઉપયોગ કરાશે

નવી દિલ્હી : યુઆઈડીએઆઈએ (UIDAI)હવે નકલી આધાર કાર્ડને રોકવા માટે કવાયત હાથ ધરી છે. યુઆઈડીએઆઈ આ માટે હવે એઆઈ અને મશીન લર્નિગ જેવા એડવાન્સ ટુલનો ઉપયોગ કરશે જેના લીધે નકલી આધાર કાર્ડ અને આધાર નંબર જનરેટ ના કરી શકાય.

મિસ્ડ બાયોમેટ્રિક્સ વાળા આધાર કાર્ડની ઓળખ થઈ શકશે.

આ અંગે માહિતી આપતા યુઆઈડીએઆઈના સીઈઓ ભુવેશ કુમારે જણાવ્યું હતું કે, આધાર કાર્ડ ઇસ્યુ કર્યા બાદ તેમાં વારંવાર જન્મ તારીખ અને બાયો મેટ્રીક્સ બદલવા માટે હવે એઆઈ ટુલ્સનો ઉપયોગ કરવામાં આવશે. કારણ કે અનેક લોકો આધાર કાર્ડમાં જન્મ તારીખ અને બાયોમેટ્રિક્સ બદલાવતા હોય છે. તેથી યુઆઈડીએઆઈ તેના વેરીફિકેશન માટે
સત્તાવાર ડેટાબેઝમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જેના લીધે મિસ્ડ બાયોમેટ્રિક્સ વાળા આધાર કાર્ડની ઓળખ થઈ શકશે.

સમગ્ર એપ્લિકેશન ઓનલાઈન કરવાની તૈયારીઓ

આ ઉપરાંત એક મહત્વપૂર્ણ બદલાવમાં સમગ્ર એપ્લિકેશન ઓનલાઈન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના લીધે ડોકયુમેન્ટમાં બદલાવ કરવાની શકયતા ઘટી જાય. આ ઉપરાંત આધાર કાર્ડમાં થતી ગેરરીતિને રોકવામાં પણ મદદ મળે. આ અંગે આધાર કાર્ડના સીઈઓએ ગેરરીતિ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું કે, લોકો ક્રિકેટ રમવા ઈચ્છતા હોય તો ઉંમર બે વર્ષ ઓછી કરવા માંગે છે. જયારે નોકરી મેળવવા માટે ઉંમર વધારવા માંગે છે. આ પ્રકારની ગેરરીતિ જોવા મળી છે. લોકો અનેક બર્થ સર્ટીનો ઉપયોગ કરીને જન્મ તારીખ અપડેટ કરાવી લે છે જે ખોટું છે આને રોકવાની જરૂર છે.

આ પણ વાંચો…આધાર કાર્ડ અપડેટ, પાંચ વર્ષ સુધીના સાત કરોડ બાળકોના બાયોમેટ્રિક અપડેટ શાળામાં કરાશે…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button