નવી દિલ્હી: આઇટી મંત્રાલયે બુધવારે સંસદમાં કહ્યું કે, જો કોઇ પણ ઓપરેટર આધાર સેવા માટે વધુ પડતો ચાર્જ લેતા નજરે ચઢશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. અને તેને એપોઇન્ટ કરનારા રજિસ્ટ્રાર પર 50 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવે છે.
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં એક લિખીત જવાબમાં કહ્યું કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ તમામ આધાર ઓપરેટરો પર બાયોમેટ્રીક અને વસ્તી વિષયક વિગતોના અપડેટ સહિત આધાર સેવાઓ માટે વધુ પડતો ચાર્જ ન લેવા કહ્યું છે. તેમણે કહ્યું કે આ અંગેની કોઇ પણ ફરિયાદ હોય તો લોકો UIDAI ને ઇમેલ દ્વારા અથવા તો ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરી નોંધાવી શકે છે.
કેન્દ્ર સરકારને આ વર્ષે નવેમ્બર સુધી આવી 19.45 લાખ ફરિયાદો મળી છે. જેમાંથી લગભગ 19.60 લાખ ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. લોકસભામાં બુધવારે પોસ્ટ ઓફિસ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર પ્રશ્ન ઊભો કરી વિપક્ષે આક્ષેપ કર્યો કે, આ બિલના અમલને કારણે ખાનગી કુરિયર કંપનીઓને ફાયદો છે. જોકે સરકારે કહ્યું કે, પોસ્ટ ઓફિસસીને બચાવવા અને તેનો વિસ્તાર કરવા માટે આ ક્ષેત્રમાં યોગ્ય બદલાવની આવશ્યકતા છે.
ભાજપના સાંસદ તાપિર ગાવે કહ્યું કે, મોદી સરકારે મૃત:પાય થઇ રહેલા પોસ્ટ ઓફિસીસમાં નવો પ્રાણ ફૂંક્યો છે. ગાવે કહ્યું કે, મોદી સરકારના પહેલાં પોસ્ટ ઓફીસ એક પછી એક બંધ થઇ રહી હતી. છેલ્લાં નવ વર્ષમાં પોસ્ટ ઓફિસની 6 હજારથી વધુ શાખાઓ શરુ થઇ ગઇ છે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે