Aadhaar cardને લઈને આવી મહત્ત્વની માહિતી, UIDAIએ ફીમાં કર્યો વધારો, હવે નામ અને બાયોમેટ્રિક અપડેટ માટે ચૂકવવા પડશે…

આધાર કાર્ડ એ દરેક ભારતીય નાગરિક માટે મહત્ત્વનો દસ્તાવે જ છે અને હવે આધાર કાર્ડને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર જાણી લેવા તમારા માટે ખૂબ જરૂરી છે. યુનિક આઈન્ડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Unique Identification Authority of India) દ્વારા હવે આધાર અપડેટ કરાવવાની ફીમાં વધારો કર્યો છે. હવે આધારમાં નામ, સરનામું, મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક અપડેટ કરવા માટે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે. આવો જોઈએ હવે તમારે આ સુવિધાનો લાભ લેવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે-
શું છે આધાર કાર્ડ સંબંધિત નવી અપડેટ?
આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી અપડેટ કરાવવી હવે મોંઘી પડી શકે છે, કારણ કે યુઆઈડીએઆઈ દ્વારા આની જાહેરાત કરવામામાં આવી છે. આ નવા ચાર્જિસ પહેલી ઓક્ટોબર, 2025થી લાગુ કરવામાં આવ્યા છે અને 30મી સપ્ટેમ્બર, 2028 સુધી માન્ય રહેશે. ત્યાર બાદ બીજા નવા સુધારિત ચાર્જિસ પહેલી ઓક્ટોબર, 2028થી લાગુ કરવામાં આવશે, જે 30મી સપ્ટેમ્બર, 2031 સુધી રહેશે.
અત્યાર સુધીમાં જે સુવિધા માટે આધાર યુઝર્સને 50 રૂપિયા કે 100 રૂપિયાની ફી આપવી પડતી હતી હવે એના માટે 75 રૂપિયા અને 125 રૂપિયા ચૂકવવા પડશે અને 2028 બાદ આ ફીમાં વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો: આધાર કાર્ડધારકો માટે Good News: હવે ઘરે બેઠા કરો આધાર સંબંધિત તમામ કામ, UIDAIની મહત્ત્વની જાહેરાત…
કયા અપડેટ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?
પહેલાં 50 રૂપિયામાં આધાર કાર્ડમાં થતાં અપડેટ્સ માટે હવે 75 રૂપિયા ચૂકવવા પડશે. 75 રૂપિયામાં નામ, સરનામું, મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ જેવી ડેમોગ્રાફિક જાણકારી અપડેટ્સ કરાવી શકાય છે. જ્યારે 100 રૂપિયામાં થતાં બાયોમેટ્રિક અપડેટ્સ જેમ કે ફિંગર પ્રિન્ટ, આઈરિસ કે ફોટો અપડેટ્સ માટે હવે 125 રૂપિયા ચૂકવવા પડશે. આ ફેરફાર 2025થી 2028 સુધી લાગુ રહેશે.
આ લોકોને આપવામાં આવી છે છૂટ
જોકે, યુઆઈડીએઆઈ દ્વારા કેટલાક ખાસ લોકોને આમાંથી રાહત આપવામાં આવી છે. પાંચ વર્ષથી લઈને સાત વર્ષના બાળકો અને 15 વર્ષથી 17 વર્ષ સુધીના કિશોરો એક વખત બાયોમેટ્રિક અપડેટ ફ્રીમાં કરી શકશે. આ સિવાય સાત વર્ષથી 15 વર્ષના કિશોરો માટે 30મી સપ્ટેમ્બર, 2026 સુધી બાયોમેટ્રિક અપડેટ્સ ફ્રી કરવામાં આવ્યા છે. આ નવું પગલું ટાઈમ પર અપડેટને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હવે WhatsApp પર જ એક મિનિટમાં ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ, જાણી લો સિમ્પલ પ્રોસેસ…
… તો 700 રૂપિયા ચૂકવવા પડશે!
યુઆઈડીએઆઈ દ્વારા ઘરેલુ સેવાની ફી પણ નક્કી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઘરે બેસીને આધાર કાર્ડ અપડેટ કરવા માટે 700 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જેમાં જીએસટીનો સમાવેશ પણ થાય છે. જો એ જ ઘરમાં રહેતાં બીજા સભ્યો પણ આ સુવિધા લેવા માંગે છે તો દરેક એડિશનલ વ્યક્તિ માટે 350 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ ચાર્જ ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક અપડેટની સામાન્ય ફી કરતાં અલગ હશે.