યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ‘સહાયક પ્રોફેસર’ તેમજ ‘જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર’ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET) 15 જાન્યુઆરીના રોજ યોજાવાની હતી. પણ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) સોમવારે 15 જાન્યુઆરીએ યોજાનારી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
NTA કરશે નવી તારીખોની જાહેરાત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સોમવારે 15 જાન્યુઆરીએ યોજાનારી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. મકરસંક્રાંતિ અને પોંગલના તહેવારને કારણે પરીક્ષા મોકૂફ રાખવા માટે NTAને અરજી મળી હતી આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેની જાહેરાત NTA આગામી સમયમાં કરશે.
Also read: UGC-NET પેપરને લઇને સીબીઆઈનો મોટો ખુલાસો, ડાર્ક નેટનો ઉપયોગ કરી 6 લાખ સુધીમાં વેચાયા પેપર
શા માટે લેવાય છે પરીક્ષા?
જુનિયર રિસર્ચ ફેલોશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસર નિમણૂકો અને પીએચ.ડી. પ્રવેશ માટે લેવામાં આવતી UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા શરૂઆતમાં 3 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન નક્કી કરવામાં આવી હતી. કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) ફોર્મેટમાં યોજાતી આ પરીક્ષાઓમાં 85 વિષયો આવરી લેવામાં આવે છે.
કયા વિષયોની પરીક્ષા?
15 જાન્યુઆરીએ UGC-NETની પરીક્ષા 17 વિષયો માટે લેવામાં આવવાની હતી. આ વિષયોમાં સમૂહ સંચાર અને પત્રકારત્વ, સંસ્કૃત, નેપાળી, કાયદો, જાપાનીઝ, મહિલા અભ્યાસ, મલયાલમ, ઉર્દૂ, કોંકણી, ગુનાશાસ્ત્ર, લોક સાહિત્ય, ઇલેક્ટ્રોનિક વિજ્ઞાન, પર્યાવરણીય વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન પ્રણાલીનો સમાવેશ થાય છે.